અંડરએજ ડ્રાઇવિંગ અને લાયસન્સ વિના વાહન ચલાવનારા વિદ્યાર્થીઓને અટકાવવા જુંબેશ

અંડરએજ ડ્રાઇવિંગ અને લાયસન્સ વિના વાહન ચલાવનારા વિદ્યાર્થીઓને અટકાવવા જુંબેશ

મહેસાણા મહેસાણા આરટીઓ અને પોલીસની 4 ટીમોએ વહેલી સવારે શહેરની 5થી વધુ સ્કૂલોમાં ઓચિંતી તપાસ કરી. જેમાં 16 વર્ષથી નાની ઉંમરનાં 26 વિદ્યાર્થીઓ અંડરએજ ડ્રાઇવિંગ કરતાં ઝડપાયાં. જ્યારે 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાતાં વાહનો ડિટેઇન કરવાની સાથે રૂ.2.33 લાખનો દંડ ફટકારાયો હતો. 16 વર્ષથી નાની ઉંમરનાં 26 વિદ્યાર્થીઓના વાલીઓ સામે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરટીઓ અધિકારી એસ.એમ. પટેલે જણાવ્યું કે, નાની ઉંમરે વાહન ચલાવતાં બાળકો ટ્રાફિક નિયમો જાણતા નથી. સલામતી પ્રત્યેની ગંભીરતા ઓછી હોય છે, તેમ છતાં વાલીઓ બાળકોને વાહનની ચાવી આપી દેતા હોય છે. જેનાથી બાળકો અને અન્ય નાગરિકોના જીવનને જોખમ થાય છે.

અંડરએજ ડ્રાઇવિંગ અને લાયસન્સ વિના વાહન ચલાવનારા વિદ્યાર્થીઓને અટકાવવા માટે રોડ સેફટી કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. આરટીઓ અને પોલીસની 4 ટીમોએ સવારે 7 વાગ્યાથી શરૂ કરેલી તપાસમાં 5થી વધુ સ્કૂલોમાં 59 વિદ્યાર્થી ઝડપાયા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવનારા ને રૂ.2 હજાર દંડ કરાયો. સાથે વાહનના ડોક્યુમેન્ટના અભાવ પ્રમાણે અલગ-અલગ કલમો લગાવી કુલ રૂ.2.33 લાખનો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનિય છે કે, પકડાયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ કરાયું. જેમાં સમજ અપાઈ કે નાની ઉંમરે વાહન ચલાવવું ગર્વ નહીં, શરમની વાત છે. સરકાર દ્વારા નક્કી કરેલી લાયસન્સની ઉંમર મર્યાદા જાળવવી જરૂરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *