મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે: બલવંતસિંહ રાજપૂતે હર હર મહાદેવ ના નાદ વચ્ચે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુનમના પવિત્ર દિવસે પરિવાર સાથે ગંગા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ગંગા સ્નાન બાદ કેબીનેટ મંત્રી એ જણાવ્યું હતું કે મહાકુંભ એ સાધના, સિદ્ધિ અને સ્નાનનો ઉત્સવ છે.
ગંગા,યમુના અને સરસ્વતીના પાવનકારી મહાસંગમ પર આજ રોજ મહત્વપૂર્ણ તિથિ મહાપુનમના શુભ દિવસે શ્રદ્ધાની ડૂબકી લગાવીને આનંદકારક અનુભૂતિ કરી રહ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું. પ્રયાગરાજમાં 144 વર્ષે ભરાયેલા “મહાકુંભ” માં ભાગ લઈ સંગમમા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સહ પરિવાર સાથે સ્નાન કરીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી દ્વારા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીજીની કેન્દ્ર સરકારના સહયોગથી હજારો એકરમાં ફેલાયેલ કુંભમેળાની અતિ સુંદર વ્યવસ્થાની તેઓએ સરાહના કરી હતી. કુભ સ્નાન પ્રસંગે કેબીનેટ મંત્રી સાથે મંત્રી ભાનુબેન બાબરીયા, મુળુભાઈ બેરા, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદકુમાર ગુપ્તા તેમજ ઉત્તર પ્રદેશ પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.