યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી ના ગબ્બર તળેટી માં એક જ દિવસમાં એક જ સ્થળે 51 શક્તિપીઠ મંદિરો ના દર્શનનો લાભ મળે તેને લઇ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વખન ને સાકાર કરતુ ધાર્મિક સ્થળ બન્યું છે 2014 માં વિવિધ દેશ વિદેશમાં સ્થાપિત થાયેલા હોય તેજ પ્રકાર ના મંદિરોની સ્થાપના સાસ્ત્રોક વિધિ પ્રમાણે ગબ્બરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ શક્તિપીઠ મંદિરો ની પરિક્રમા નું પણ આયોજન હાથ ધરાયુ છે તેનો આજે પાટોત્સવ યોજાઈ રહ્યો છે.
ત્યારે કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતે દીપ પ્રગટાવી ને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો પ્રારંભ કરાવ્યો હતો જોકે આ પરિક્રમા મહોત્સવ ના પ્રારંભે સૌ પ્રથમ કેબિનેટ મંત્રી એ ધ્વજા યાત્રા ને પ્રસ્થાન કરાવી હતી આજે પરિક્રમા મહોત્સવ ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે જયારે આ પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસ ની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદ ની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાતા ગબ્બર પરિક્રમા મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણ નુ કેન્દ્ર બન્યું છે.