પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ચાણસ્મા શહેરમાં રહેતી એક પંદર વર્ષીય સગીરાને ભગાડી જતા તેની માતાએ ચાણસ્મા પોલીસ મથકે અગાઉ જેની સાથે સગીરાને અફેર હતું તેના નામ સાથે શંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન ચાણસ્મા પોલીસે સગીરાને ભગાડી જનાર શખ્સને પાવાગઢ ખાતેથી ઝડપી લીધો છે અને જેલમાં ધકેલી દીધો હતો. ચાણસ્મામા સફાઈ કામદાર તરીકે નોકરી કરતી મહિલા બપોરના સમયે પોતાના ઘરે જતા સમયે ઘરના કબાટમાં તેમની સગીર વયની દીકરીના કપડાં નહીં જણાતા તેણે શોધખોળ કરી હતી પરંતુ તેમની સગીર વયની દીકરીનો કોઈ પત્તો ન લાગતાં તેમની સગીર દીકરીને અગાઉ જે શખ્સો સાથે અફેર હતું તેના ઘરે તપાસ કરતા તેના પરિવારજનોએ પણ શખ્સને બે મહિનાથી ઘરેથી કાઢી મૂકેલ હોવાનું જણાવતા સગીરાની માતાએ શંકા વ્યક્ત કરતી ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ભગાડી જનાર વિજય ઉર્ફે ઉત્કર્ષ મનોજભાઈ ચાવડા નામના શખ્સને પાવાગઢ ખાતેથી ઝડપી લીધો હતો અને તેની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

