દેશના 10 રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી

દેશના 10 રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કા માટે 13 નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે. ઝારખંડની 43 વિધાનસભા બેઠકો પર આજે મતદાન 10 રાજ્યોની 31 વિધાનસભા બેઠકો અને કેરળની એક લોકસભા બેઠક માટે પણ આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ સિવાય સિક્કિમની બે બેઠકો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાના બંને ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. વાસ્તવમાં, 31 વિધાનસભા બેઠકોમાંથી, 28 વિધાનસભા બેઠકો ખાલી પડી હતી કારણ કે આ બેઠકોના ઉમેદવારો લોકસભા ચૂંટણી જીત્યા હતા.

કઈ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે?

ગુજરાતઃ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. કોંગ્રેસે અહીંથી ગુલાબસિંહ રાજપૂતને અને ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

બિહારઃ બિહાર વિધાનસભાની 4 બેઠકો માટે મતદાન થવાનું છે. બિહારની જે 4 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે તેમાં રામગઢ, તરરી, બેલાગંજ અને ઈમામગંજ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

આસામઃ આસામની 5 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. આ બેઠકોમાં ધોલાઈ, સિદલી, બોંગાઈગાંવ, બોહાલી અને સમગુરી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

રાજસ્થાનઃ રાજસ્થાનની 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠકોમાં ઝુનઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખિંવસર, ચૌરાસી, સલુમ્બર અને રામગઢ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

છત્તીસગઢઃ છત્તીસગઢની રાયપુર સિટી દક્ષિણ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક માટે 30 ઉમેદવારો મેદાનમાં છે.

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશની બુધની અને વિજયપુર સીટ પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે શિવરાજ સિંહ ચૌહાણ લોકસભા સાંસદ બન્યા બાદ તેમણે આ સીટ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળની 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. અહીં સીતાઈ, મદારીહાટ, નૈહાટી, હરોઆ, તાલડાંગરા અને મેદિનીપુરમાં પેટાચૂંટણી યોજાશે.

મેઘાલય: મેઘાલયની બેઠક, ગેમ્બ્રેગ્રે (વેસ્ટ ગોરો હિલ્સ) વિધાનસભા બેઠકમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અહીંથી કોંગ્રેસે જિંગઝાંગ મારક અને ભાજપે બર્નાર્ડ મારકને મેદાનમાં ઉતાર્યા છે.

subscriber

Related Articles