લોકડાઉનને ધ્યાનમાં રાખી HDFC, SBI, કોટક, BoB સહિતની બેંકોએ મોબાઈલ ATM સેવા શરુ કરી

Business
Business

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ. કોરોના વાઇરસને રોકવા માટે ચાલી રહેલા દેશવ્યાપી લોકડાઉનના પગલે બેન્કિંગ સર્વિસ માર્યાદિત બની છે. આ વાતને ધ્યાનમાં રાખીને દેશની અગ્રણી સરકારી અને ખાનગી બેન્કોએ લોકોને ઘર આંગણે બેન્કિંગ સુવિધા મળી રહે તે માટે મોબાઈલ ATM સર્વિસ આપવાનું ચાલુ કર્યું છે. આમાં HDFC બેંક, કોટક મહિન્દ્ર, બેંક ઓફ બરોડા (BoB), ફિનો પેમેન્ટ બેંક અને પેમેન્ટ સર્વિસ આપતી હિટાચી પેમેન્ટ સર્વિસીઝ શામેલ છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર જેવા શહેરોમાં આ સેવા શરુ કરવામાં આવી છે અને તેને ધીમે ધીમે અન્ય શહેરોમાં પણ લઇ જવાશે. આ ઉપરાંત બેન્કોએ મુંબઈ, દિલ્હી, સહિતના મોટા શેરોમાં પણ આ સેવા હાલ કાર્યરત છે. કોટક મહિન્દ્ર બેન્કના પ્રોડક્ટ્સ, અલ્ટરનેટ ચેનલ્સ અને કસ્ટમર એક્સપીરિયંસ ડિવીઝનના પ્રેસિડેન્ટ પુનિત કપૂરે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન નિર્ધારિત તમામ માર્ગદર્શિકાને અનુસરીએ અને જ્યાં સુધી શક્ય હોય બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ATM ઓન વ્હીલ્સ નાગરિકોને તેમના વિસ્તારમાં રોકડ ઉપાડની સેવાઓ આપે છે જેથી લોકોને પોતાના ઘરમાંથી નીકળવાનું ઓછુ બને.

અલગ અલગ વિસ્તારોમાં ફરે છે મોબાઈલ ATM વાન બેંક ઑફ બરોડાના અમદાવાદ ઝોનનાં જનરલ મેનેજર અને ઝોનલ હેડ અર્ચના પાંડેયે કહ્યું કે, મોબાઈલ ATM વાન અલગ અલગ એરિયામાં સમય-સમય પર છે તેમજ રોકડ ઉપાડ ઉપરાંત બેલેન્સ ઇન્કવાયરી, ખાતાનું મીની સ્ટેટમેન્ટ, પીન નંબર બદલવો, મોબાઈલ બેંકિંગ રજીસ્ટ્રેશન, કાર્ડ ટુ કાર્ડ ફંડ ટ્રાન્સફર, NEFT રેમિટન્સ, ચેકબુક એપ્લિકેશન, આધાર સિડીંગ, ગ્રીન પીન સુવિધા વિગેરે સુવિધા પણ મળી રહે છે.

મોબાઈલ વાનને સેનિટાઈઝ કરવામાં આવે છે HDFCએ આજથી અમદાવાદમાં તેની મોબાઈલ ATM સર્વિસ શરુ કરી છે. આ અગાઉ આ સર્વિસ બેન્કે મુંબઈ, નવી દિલ્હી, અલ્હાબાદ, કોઇમ્બતુર, ચંડીગઢ, ચેન્નઈ, પૂણે, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં પણ શરૂ કરી હતી. HDFC બેંકના બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જોશે જણાવ્યું હતું કે, તકેદારીના ભાગ રૂપે અમે અમારી મોબાઈલ વાનને સમયાંતરે સેનિટાઈઝ કરીએ છીએ. આ ઉપરાંત સ્ટાફ અને ગ્રાહકોની સલામતી માટે ATM પાસે સોશિયલ ડીસ્ટન્સિંગ સહિતની તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.