બેન્કના લોકરમાં આપનો કીમતી સામાન પડયો છે? તો ચિંતા ન કરતા, સુપ્રીમે જાહેર કર્યા નિર્દેશ

Business
Business

બેન્ક લોકરને લઇને દિશા-નિર્દેશ જાહેર કરવા આર.બી.આઇ.ને સુચના:બેન્ક લોકરમાં પડેલા સામાન મામલે જવાબદારીથી હાથ ઉંચા કરતી બેન્કોને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી

ગ્રાહક પાસેથી ફી વસુલીને લોકરની સુવિધા આપનાર બેન્કો તેની સુરક્ષાની કોઇ જવાબદારી નથી લેતી. આવો એક તરફી નિયમ બનાવનાર બેન્કોનો સુપ્રીમ કોર્ટે કાન આમળ્યો છે અને લોકરમાં ગ્રાહકના કીમતી સામાનની સુરક્ષાને લઇને દિશા નિર્દેશોનું પાલન કરવુ પડશે.સુપ્રીમ કોર્ટ એક મહત્વના ફેસલામાં જણાવ્યું હતું કે લોકરની સુરક્ષા અને સંચાલનમાં જરુરી સાવધાની રાખવી બેન્કોની જવાબદારી છે. બેન્ક પોતાની જવાબદારીથી હાથ ઉંચા ન કરી શકે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બેન્કો જવાબદારીથી હાથ ઉંચા કરી દે તો ન માત્ર ગ્રાહક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન થાય છે બલકે રોકાણકારનો ભરોસો પણ તુટી જાય છે. કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આદેશ કર્યો છે કે તે 6 મહિનામાં લોકર સુવિધાના બારામાં ઉચિત રેગ્યુલેશન (નિયમન) જાહેર કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બેન્કોને આ બારામાં એકતરફી નિયમ જાહેર કરવાની છુટ ન હોવી જોઇએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.