Home / News / યુકેની ડયુટી લાભ યોજના પાછી ખેંચી લેવાથી ચામડા અને કાપડની નિકાસને અસર થશે
યુકેની ડયુટી લાભ યોજના પાછી ખેંચી લેવાથી ચામડા અને કાપડની નિકાસને અસર થશે
બ્રિટન દ્વારા જનરલાઇઝ્ડ સ્કીમ ઑફ પ્રેફરન્સ (જીએસપી) ટેરિફ લાભ યોજના પાછી ખેંચવાના નિર્ણયથી ચામડા અને કાપડ જેવા કેટલાક શ્રમ-સઘન ક્ષેત્રોના ભારતીય નિકાસકારોને અસર થઈ શકે છે. તેમ જાણકારોએ જણાવ્યું છે.
બ્રિટન ૧૯ જૂનથી જનરલાઇઝ્ડ સ્કીમ આફ પ્રેફરન્સ (જીએસપી)ને બદલવા માટે એક નવી સિસ્ટમ, ડેવલપિંગ કન્ટ્રીઝ ટ્રેડ સ્કીમ લાગુ કરી રહ્યું છે. આને કારણે, કાપડ, ચામડાની વસ્તુઓ, કાર્પેટ, આયર્ન અને સ્ટીલની વસ્તુઓ અને રસાયણો સહિતના કેટલાક શ્રમ-સઘન ક્ષેત્રોને અસર થઈ શકે છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવએ જણાવ્યું હતું કે યુએસ, યુરોપિયન યુનિયન (ઇયુ), ઓસ્ટ્રેલિયા, જાપાન અને અન્ય ઘણા વિકસિત દેશો તેમની જીએસપી યોજનાઓ હેઠળ વિકાસશીલ દેશોને આયાત જકાતમાં છૂટ આપે છે.
બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર આવ્યું હોવાથી તેણે તેની જીએસપી યોજના તૈયાર કરી છે. દરેક દેશ ઉત્પાદનોના આધારે એક થ્રેશોલ્ડ સેટ કરે છે અને જો કોઈ દેશની નિકાસ તે થ્રેશોલ્ડ કરતાં વધી જાય તો જીએસપી છૂટછાટો બંધ થઈ જાય છે. બ્રિટન શ્રમ સઘન ક્ષેત્રોને અપાતી જીએસપી છૂટછાટો પાછી ખેંચી રહ્યું છે.
તેમણે કહ્યું કે એવી ધારણા છે કે બ્રિટન આ છૂટછાટો પાછી ખેંચી લેશે કારણ કે બંને દેશો મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. જીએસપી રાહતો સામાન્ય રીતે અલ્પ વિકસિત દેશોને આપવામાં આવે છે. ચીનને આવી છૂટ નથી મળતી. ભારતની ૨.૫ અબજ ડોલરની નિકાસ યુકેમાં જીએસપી લાભો માટે હકદાર છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે યુકેમાં કેટલાક ભારતીય માલની નિકાસનો હિસ્સો ચોક્કસ થ્રેશોલ્ડને પાર કરી ગયો છે જેના કારણે તેઓ હવે જીએસપી લાભો મેળવી શકશે નહીં. મેટલ્સ જેવા કેટલાક ક્ષેત્રોને ફાયદો થતો રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.