વિસ્ટ્રોનની ૧૨૫ મિલિયન ડોલરની ડીલને મંજૂરી મળી

Business
Business

નવી દિલ્હી, ટાટા ગ્રુપ હવે ભારતમાંiPhone (Apple iPhone)બનાવશે. ટાટા ગ્રૂપ સાથે તાઈવાનની કંપની વિસ્ટ્રોન ફેક્ટરીને હસ્તગત કરવાના ૧૨૫ મિલિયન ડોલરના સોદાને મંજૂરી આપવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. મંત્રીએ કહ્યું કે ટાટા ગ્રૂપ અઢી વર્ષમાં સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે ભારતમાંApple iPhoneનું ઉત્પાદન શરૂ કરશે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગ્લોબસ ઈન્ડિયન ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓના વિકાસમાં તમામ રીતે સમર્થનમાં ઊભા છીએ. આ તે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક બ્રાન્ડનું સમર્થન કરશે જે ભારતને પોતાના અવિશ્વસનીય નિર્માણ અને પ્રતિભા ભાગીદાર બનાવવા ઈચ્છે છે.

ભારતને ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ પાવર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકર કરવા ઈચ્છે છે. વિસ્ટ્રોનના ઓપરેશનને સંભાળવા માટે ટાટા ટીમને અભિનંદન.વિસ્ટ્રોન ફેક્ટરી કર્ણાટકના દક્ષિણપૂર્વમાં છે. રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૨૪ સુધીમાં વિસ્ટ્રોન આ ફેક્ટરીમાંથી લગભગ ૧.૮ બિલિયન ડોલરની કિંમતનાApple iPhonesબનાવશે. ટાટા આ ફેક્ટરીમાં વૈશ્વિક બજાર માટે ૈઁર્રહી ૧૫નું ઉત્પાદન કરશે. વિસ્ટ્રોન ફેક્ટરીનું મૂલ્ય આશરે ૬૦૦ મિલિયન ડોલર છે. આ ડીલ અંગે લગભગ એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ ફેક્ટરી ૈઁર્રહી ૧૪ મોડલના ઉત્પાદન માટે જાણીતી છે. આ ફેક્ટરીમાં ૧૦,૦૦૦ થી વધુ લોકો કામ કરે છે.

મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, વિસ્ટ્રોનને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે એપલની શરતો હેઠળ કંપની ખોટનો સામનો કરી રહી છે. વિસ્ટ્રોનનું કહેવું છે કે એપલ ફોક્સકોન અને પેગાટ્રોન કરતાં વધુ માર્જિન વસૂલી રહી છે. જ્યારે ચીનની તુલનામાં ભારતમાં વિવિધ પડકારો છે, જેના કારણે ભારતમાં કર્મચારીઓ સાથે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં વિસ્ટ્રોન પોતાની કંપની વેચવા જઈ રહી છે. વિસ્ટ્રોન કંપનીએ ૨૦૦૮માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે કંપની ઘણા ઉપકરણો માટે રિપેરિંગની સુવિધાઓ પ્રદાન કરતી હતી. આ પછી ૨૦૧૭માં કંપનીએ તેની કામગીરીનો વિસ્તાર કર્યો અને છૅૅઙ્મી માટે iPhoneનું ઉત્પાદન શરૂ કર્યું.

કેલિફોર્નિયા સ્થિત ટેક કંપની એપલે ૧૨ સપ્ટેમ્બરે તેનીWanderlust ઈવેન્ટમાં iPhone૧૫ સિરીઝને રજૂ કરી હતી. જેની શરૂઆતની કિંમત ૭૯,૯૯૦ રૂપિયા હતી. કંપનીએ વોચ સીરીઝ ૯ અને વોચ અલ્ટ્રા ૨ પણ રજૂ કરી છે. પહેલીવાર એપલે ચાર્િંજગ માટે ટાઈપ-સી પોર્ટ આપ્યું છે. આ વખતેiPhone-15માં ૪૮-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. iPhone ૧૫ અને15 PlusમાંA16 Bionic ચિપ આપવામાં આવી છે. જ્યારેA17 Pro r[… iPhone 15 Pro અનેPro Maxમાં ઉપલબ્ધ થશે. પ્રો મોડલ્સની બોડીમાં ટાઇટેિનયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.