અમેરિકન શેરબજારમાં બે વર્ષ બાદ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો
મોંઘવારીને ડામવા અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં વર્ષ 1994 બાદ સૌથી મોટો ૦.75 ટકાનો વધારો કર્યો છે.જેમા યુએસ ફેડના નિર્ણયથી અમેરિકાના શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે.આ સાથે આર્થિક મંદીની આશંકાએ વૈશ્વિક બજારમાં હાહાકાર મચાવ્યો છે.જેમા ગત સપ્તાહમાં વિશ્વભરના શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.ત્યારબાદ શુક્રવારે અમેરિકન બજારમાં સામાન્ય ઉછાળો નોંધાયો છતા બે વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે.જેમા યુએસ ફેડરલ રિઝર્વ સહિતની મોટાભાગની મુખ્ય સેન્ટ્રલ બેંકો દ્વારા મોનિટરી પોલિસી કડક કરવાનો નિર્ણય આર્થિક મોરચે નુકશાનકારક બની રહેશે.આ પગલાથી અર્થવ્યવસ્થા ધીમી પડશે અને સંભવત મંદી તરફ દોરી શકે છે.