અમેરિકન ચૂંટણી કાઉન્ટડાઉન સોના-ચાંદીની તેજી-મંદી માટે નિર્ણાયક: સોનું ફંડામેન્ટલી નરમ, સ્થાનિકમાં રૂ.51000 થશે

Business
Business

અમેરિકન ચૂંટણીની વૈશ્વિક બજારો પર મોટી મૂવમેન્ટ જોવા મળી રહી છે. ચૂંટણીમાં ટ્રમ્પ કે બિડેઇન આવે તેના પર બૂલિયન માર્કેટની બજારનો આધાર નથી પરંતુ હવે ક્યા-ક્યા દેશોમાં ફરી લોકડાઉન આવે છે અને ડોલર ઇન્ડેક્સની ચાલ કેવી રહે છે તેના પર રહેલો છે. બૂલિયન એનાલિસ્ટો સોનામાં ફંડામેન્ટલ ઘટાડાના દર્શાવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું નીચામાં 1850-1830 સુધી સરકી શકે છે. જ્યારે સ્થાનિક બજારમાં સોનું ઘટી 51000 થઇ શકે. ચાંદી ઘટી 22.70 ડોલર અને સ્થાનિકમાં 60000ની અંદર પહોંચે તો નવાઇ નહિં. હાલ રૂપિયાની નરમાઇના કારણે ભાવ મક્કમ છે.

એગ્રી કોમોડિટીમાં ફોરવર્ડમાં નિકાસ વેપાર કરનાર મોટા ભાગના નિકાસકારો તથા ટ્રેડરોને ફરી એકવખત નુકસાનીનો ભોગ બનવું પડ્યું છે. મોટા પાકના અંદાજોને ધ્યાનમાં રાખી સિંગતેલ, સિંગદાણા તથા અન્ય નિકાસલક્ષી કોમોડિટીમાં નીચા ભાવથી ફોરવર્ડ સોદા કર્યા હતા પરંતુ પરિસ્થિતિ બદલાઇ જતા અત્યારે મોટા પાયે નુકસાની પહોંચી રહી છે. જોકે ડોલરનો સપોર્ટ હોવાથી નુકસાનીમાં રાહત રહેશે. ખાદ્યતેલોમાં તેજીને બ્રેક લાગી છે.

ડોલર મજબૂત બનતા તમામ મેટલ્સ નરમ: માર્ચમાં 103ની ઉંચાઇ પરથી સતત ઘટી 92 આસપાસ પહોંચ્યા બાદ અત્યારે ફરી વધી 95 આસપાસ છે.સુધારા તરફી રહેતા મેટલ્સમાં તેજીને બ્રેક લાગી છે.
નિકલ-કોપરમાં પ્રોફિટ બુકિંગથી સુસ્તી: પ્રોફિટબુકિંગ,ઉંચા ભાવ અને ફરી મહામારીના ભયથી માગમાં ઘટાડો આવ્યો છે. જેના કારણે નિકલ-કોપરમાં તેજીના વળતા પાણી થયા છે. નિકલ ઘટી એમસીએક્સ ખાતે 1142, કોપર 550 અંદર ક્વોટ થઇ રહ્યું છે.
ચીનની માગ, પુરવઠા પર તેજી-મંદીનો ટ્રેન્ડઃ મેટલ્સ માર્કેટમાં હવે તેજી-મંદીનો મુખ્ય આધાર ચીનની માગ અને પુરવઠા પર નિર્ભર રહેશે. લોકડાઉન ફરી આવશે, પુરવઠો ખોરવાશે તો તેજીને ફરી વેગ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.