USનું સ્ટિમ્યુલસ પેકેજ, ડોલર તૂટતા ચાંદી વિક્રમી 7,500 ઉછળી 72 હજાર, સોનું 57 હજારની ટોચે

Business
Business

 બૂલિયન માર્કેટમાં સોના કરતા ચાંદીએ ઝડપી ચમક મેળવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સિલ્વર માઇનિંગ ઠપ હોવાથી અને રોકાણકારો-હેજફંડોની આક્રમક ખરીદીના સથવારે ચાંદી 27 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે આજે વિક્રમી એક દિવસીય 7500 ઉછળી 72000ની સપાટી પર પહોંચી છે. અગાઉ અમદાવાદમાં ચાંદી 25 એપ્રિલ 2011ના રોજ 74500 પહોંચી હતી. રેકોર્ડ સપાટીથી હજુ 2500 દૂર છે જે આગામી એકાદ સપ્તાહમાં ઓલટાઇમ હાઇ પહોંચે તેવા સંકેતો છે. ચાંદીની પાછળ સોનામાં પણ તેજીનો ટ્રેન્ડ રહ્યો છે. વૈશ્વિક સોનું 2050 ડોલર કુદાવતા અમદાવાદ ખાતે 1400ના ઉછાળા સાથે રૂ.57000ની સપાટી ક્રોસ કરી 57100ની નવી ઉંચી સપાટી પર પહોંચ્યું છે.

કોરોના મહામારીના સેકન્ડ વેવની શરૂઆત, અમેરિકા દ્વારા બીજા મોટા સ્ટીમ્યુલસ પકેજની જાહેરાતના અહેવાલ અને ડોલર ઇન્ડેક્સમાં ઝડપી ઘટાડો થતા તેજીને વેગ મળ્યો છે. સોનું રેકોર્ડ સપાટી પર પહોંચતા રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં HNI ઇન્વેસ્ટર, હેજફંડની આક્રમક ખરીદીના કારણે એક તરફી તેજી જોવા મળી છે. તેજીમાં હાજરમાં રોકાણકારો-જ્વેલરીની માગ અટકી, વાયદામાં વોલ્યુમ વધ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.