ટ્રમ્પનુ એકાઉન્ટ બંધ કર્યા બાદ ટ્વિટરના શેરમાં ધોવાણ, એક જ દિવસમાં અબજોનો ફટકો

Business
Business

અમેરિકામાં સંસદ ભવનમાં ઘુસીને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા આચરી હતી.એ પછી ટ્વિટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવીને તેમના એકાઉન્ટને કાયમ માટે બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.

જોકે એવુ લાગે છે કે, ટ્વિટરને આ હરકત બહુ મોંઘી પડી રહી છે.કારણકે સોમવારે અમેરિકન શેર બજારમાં સોશિયલ મીડિયા કંપનીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.ટ્વિટરના શેરમાં 6.4 ટકાનો ઘાટો નોંધાયો છે.જેના પગલે ટ્વિટરને ભારતીય ચલણમાં ગણીએ તો અબજો રુપિયાનુ નુકસાન ગયુ છે.

ટ્વિટર પર ટ્રમ્પના 8 કરોડ ઉપરાંત સમર્થકો હતા.ટ્રમ્પ પર બેન મુકીને ટ્વિટરને આ સમર્થકોનો રોષ વ્હોરી લીધો છે.ટ્વિટર સામે ટ્રમ્પ સમર્થકોએ તેના હેડક્વાર્ટર બહાર વિરોધ પણ નોંધાવ્યો હતો.

બીજી તરફ એપલ, એમેઝોન, આલ્ફાબેટના શેરના ભાવમાં પણ ઘટાડો થયો છે.ટ્વિટર દ્વારા ટ્રમ્પના એકાઉન્ટને બેન કરવાના નિર્ણયનુ સમર્થન થઈ રહ્યુ છે તો સાથે વિરોધ પણ થઈ રહ્યો છે.કેટલાક લોકો હવે ટ્વિટર પર માત્ર ડાબેરી વિચારધારાનુ જ સમર્થન કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

બીજી તરફ ટ્રમ્પ કહી ચુક્યા છે કે, હું ચુપ નહીં બેસુ અને મારુ પોતાનુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉભુ કરીશ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.