30 સપ્ટેમ્બરે બંધ થઇ જશે LIC ની આ પોલિસી, તમારી પાસે છે માત્ર 5 દિવસનો સમય 

Business
Business

એલઆઈસી દ્વારા ગ્રાહકો માટે સમયાંતરે ઘણી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. જો તમે પણ LIC પોલિસી લેવા જઈ રહ્યા છો, તો તમારા માટે આ ઉપયોગી સમાચાર છે. LIC તેનો એક પ્લાન 30મી સપ્ટેમ્બરે એટલે કે 5 દિવસ પછી બંધ કરવા જઈ રહી છે. LICના આ પ્લાનનું નામ ધન વૃદ્ધિ પ્લાન છે. આ સિંગલ પ્રીમિયમ પ્લાન છે. તમારે LIC ની ધન વૃદ્ધિ પોલિસીમાં એકવાર નાણાંનું રોકાણ કરવું પડશે અને તમે તમારા જીવનભર આ યોજનાનો લાભ લઈ શકશો. આમાં ગ્રાહકોને બચતની સાથે જીવન સુરક્ષાનો લાભ પણ મળે છે. આ સિવાય રોકાણકારો ગમે ત્યારે આ પ્લાનમાંથી બહાર નીકળી શકે છે.

તમને જણાવી દઈએ કે આ પ્લાન LIC દ્વારા 23 જૂને શરૂ કરવામાં આવ્યો હતો અને આ પ્લાન 30 સપ્ટેમ્બરે બંધ થઈ જશે. એલઆઈસી અનુસાર. જો તમે વ્યક્તિગત, બચત અને સિંગલ પ્રીમિયમ લાઇફ પ્લાનમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો, તો આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

LICએ ટ્વિટ કર્યું

LIC દ્વારા ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. LIC એ ટ્વીટમાં લખ્યું છે કે જલ્દી કરો, પ્લાન 30 સપ્ટેમ્બર 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. LIC ની ધન વૃદ્ધિ યોજના એક રક્ષણ અને બચત યોજના છે. આ પ્લાન વિશે વધુ માહિતી માટે, તમે LIC એજન્ટ અથવા LIC શાખાનો સંપર્ક કરી શકો છો.

LIC ધન વૃદ્ધિ પોલિસી પર લોન મળશે

આ પ્લાન પર LIC દ્વારા લોનની સુવિધા પણ આપવામાં આવે છે. પ્લાન લીધાના 3 મહિના પૂરા થયા પછી તમે લોન મેળવી શકો છો.

શું છે આ યોજનાની વિશેષતા –

  • LIC ધન વૃદ્ધિ યોજના 10, 15 અને 18 વર્ષ માટે છે.
  • આ પ્લાનમાં રોકાણ કરવા માટે, તમારી ઉંમર ઓછામાં ઓછી 90 દિવસ એટલે કે 3 મહિનાથી 8 વર્ષ હોવી જોઈએ.
  • આ પ્લાનમાં તમને 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ પણ મળી રહ્યો છે.
  • LIC ધન વૃદ્ધિ યોજનામાં રૂ. 1,25,000 નું લઘુત્તમ ગેરંટીવાળું વળતર આપે છે.
  • તે પાકતી મુદત પર ગેરંટી સાથે વીમાધારક વ્યક્તિને એકસાથે રકમ પણ આપે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.