આ છે દુબઈની 6 સૌથી અમીર હાઉસવાઇફ્સ, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ

Business
Business

‘ધ રિયલ હાઉસવાઈવ્સ’ એ અમેરિકન રિયાલિટી ટેલિવિઝન શ્રેણી છે. ફ્રેન્ચાઈઝીની શરૂઆત ‘ધ રિયલ હાઉસવાઈવ્સ ઓફ ઓરેન્જ કાઉન્ટી’થી થઈ હતી, જેનો પ્રથમ પ્રીમિયર 21 માર્ચ, 2006ના રોજ કેલિફોર્નિયામાં થયો હતો. વાનકુવર, મેલબોર્ન, ચેશાયર, ઓકલેન્ડ, સિડની, જોહાનિસબર્ગ, હંગેરી, એથેન્સ પછી આ ફ્રેન્ચાઈઝીની શ્રેણી દુબઈમાં પણ શરૂ થઈ. રિયલ હાઉસવાઇવ્સ ફ્રેન્ચાઇઝીની પ્રથમ શ્રેણી દુબઇ, UAE શહેરમાં રહેતી ઘણી મહિલાઓના અંગત અને વ્યાવસાયિક જીવન પર કેન્દ્રિત હતી.

કેરોલિન સ્ટેનબરી પાસે 232.70 કરોડની સંપત્તિ

દુબઈ 2022ની વાસ્તવિક ગૃહિણીઓનું પ્રીમિયર 1 જૂન 2022ના રોજ થયું હતું. જેમાં દુબઈની 6 સૌથી અમીર મહિલાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ નેટવર્થના આધારે દુબઈની 6 સૌથી અમીર મહિલાઓ કોણ છે? સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, લંડનમાં જન્મેલી કેરોલિન સ્ટેનબરી, જેણે લેડીઝ ઓફ લંડન (2014) શોમાં અભિનય કર્યો હતો, તે દુબઈની સૌથી ધનિક ગૃહિણી છે. તેની સંપત્તિ લગભગ રૂ. 232.70 કરોડ (US$30 મિલિયન) છે. કેરોલિનના પહેલા પતિનું નામ સેમ હબીબ હતું, જેની સાથે તેને 3 બાળકો હતા. મળતી માહિતી મુજબ, છૂટાછેડા પછી તેણે સમાધાન માટે તેના પહેલા પતિ પાસેથી માતબર રકમ મેળવી હતી.

લેશા મિલાન નેટવર્થની દ્રષ્ટિએ બીજા સ્થાને

કેરોલિનના વર્તમાન પતિનું નામ સર્જિયો કેરાલો છે, જે ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી છે. કેરોલિન હાલમાં ‘કેરોલિન સ્ટેનબરી’ જૂતાની લાઇનની માલિક છે જે વિશ્વની સૌથી લક્ઝરી જૂતાની બ્રાન્ડ માનવામાં આવે છે. ભૂતપૂર્વ મિસ જમૈકા વિજેતા અને ફેશન ડિઝાઇનર લેશા મિલાન નેટવર્થની દ્રષ્ટિએ બીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 31.7થી 571 મિલિયન (US$5 મિલિયન – US$9 મિલિયન) વચ્ચે છે. લેસા મિલા મીના રો મેટરનિટી નામની કપડાની બ્રાન્ડની માલિક છે. દુબઈ આવતા પહેલા, મિલાન જમૈકાથી મિયામી ગઈ હતી અને ત્યાં 8 વર્ષ રહી હતી. તેણીએ કરોડપતિ ડેવલપર રિચાર્ડ હોલ સાથે લગ્ન કર્યા છે અને તેનાથી તેને 3 બાળકો છે. મિલાનને પ્રવાસ અને ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે.

કેરોલિન બ્રૂક્સ UAEમાં ત્રીજા નંબરની સૌથી ધનિક ગૃહિણી

25.39થી 38.09 કરોડ (US$4 મિલિયન-US$6 મિલિયન)ની નેટવર્થ સાથે કેરોલિન બ્રૂક્સ UAEમાં ત્રીજા નંબરની સૌથી ધનિક ગૃહિણી છે. કોસ્મોપોલિટન મિડલ ઈસ્ટ અનુસાર, બ્રુક્સે દુબઈમાં પ્રોપર્ટી બ્રોકરેજ ફર્મના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ વિશે વાત કરીએ તો, બિઝનેસ વુમનના 2.20 લાખ ફોલોઅર્સ છે અને તે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. તે ગ્લાસ હાઉસ સલૂન એન્ડ સ્પા નામનું સલૂન ચલાવે છે.

ચેનલ અયાન ચોથા નબંર પર

સુપર મોડલ ચેનલ અયાન રિયલ હાઉસવાઈવ્સ દુબઈ સિરીઝમાં ચોથા નંબર પર છે. કેન્યામાં જન્મેલી, સોમાલી અને ઇથિયોપિયાઈ બ્યૂટી ઘણા ફેશન મેગેઝીનના કવર પેજ પર આવી ચૂકી છે. તે એક સફળ બિઝનેવુમેન છે જે ટેલેન્ટ એજન્સી અને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ટોની માલ્ટ સાથે મેકઅપ અને સ્કિનકેર લાઇનની માલકિન છે. તેમની કુલ સંપત્તિ લગભગ 6.34 કરોડ (US$1 મિલિયન) છે.

નીના અલી આ યાદીમાં સૌથી નીચે

સારા અલ મદાનીએ 15 વર્ષની ઉંમરે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તે ખૂબ જ સારી વક્તા પણ છે જેણે 200થી વધુ ભાષણો આપ્યા છે. તેણીની લિંક્ડઇન પ્રોફાઇલ મુજબ, મદની હાલમાં હલ્હીની માલિક છે. આ એક પર્સનલ સ્ટેજ છે જે સેલિબ્રિટીઓને તેમના ચાહકો માટે વિડીયો શાઉટઆઉટ બનાવરાવે છે. તેની કુલ સંપત્તિ લગભગ 6.34 કરોડ (US$1 મિલિયન) છે. લેબનોનમાં જન્મેલી, ટેક્સાસમાં ઉછરેલી નીના અલી આ યાદીમાં સૌથી નીચે આવે છે. 2011માં તે તેના બિઝનેસમેન પતિ મુનાફ અલી સાથે દુબઈ આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના 5.21 લાખ ફોલોઅર્સ છે. તેની નેટવર્થ વિશેની માહિતી જાહેર કરવામાં આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.