શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં ૩૮૦ પોઈન્ટનો ઉછાળા સાથે થયું બંધ

Business
Business

મુંબઈ,
અઠવાડિયાના પહેલા કારોબારી દિવસ એટલે કે સોમવારે કારોબારના અંતમાં શેરબજારમાં મજબૂતી સાથે કારોબાર કર્યો હતો. અને કારોબારના અંતમાં આજે બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૮૦.૨૧ અંકોના ઉછાળા સાથે ૪૭,૩૫૩.૭૫ના સ્તરે બંધ રહ્યો હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૨૩.૯૫ અંકોની તેજી સાથે ૧૩,૮૭૩.૨૦ના સ્તર પર બંધ થયો હતો.
આજે કારોબારમાં સેન્સેક્સે ૪૭,૪૦૬.૭૨ અને નિફ્ટીએ ૧૩,૮૮૫.૩૦ રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી લીધી છે. આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ ૧૮૦.૦૫ પોઈન્ટની મજબૂતી સાથે ૪૭,૧૫૩.૫૯ના સ્તર પર ખૂલ્યો હતો. તો નિફ્ટી ૬૫.૯ અંકોના ઉછાળા સાથે ૧૩,૮૧૫.૧૫ના સ્તર પર ખુલ્યો હતો. આજે કારોબારના અંતમાં સેલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, નાલ્કો, આરબીએલ બેંક, ભેલ, ટાટા પાવર, એલએન્ડટી ફાયનાન્સ, કેનેરા બેંક, જિંદાલ સ્ટિલ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ, ટાઈટન કંપની મજબૂતી સાથે બંધ થયા હતા.
તો બીજી તરફ બાયોકોન, એસ્કોટ્‌ર્સ, ઈન્ડસ ટાવર્સ, એપોલો હોસ્પિટલ, ક્યુમિંસ, કેડિલા હેલ્થ, હિન્દુસ્તાન યુનિલીવર, સન ફાર્મા, બ્રિટાનીયા, ભારત ઈલેક્ટ્રીક, બજાજ ફિનસર્વના શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.