સેન્સેક્સ 453 અંક વધ્યો, નિફ્ટીએ 11500ની સપાટી વટાવી; ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલના શેર વધ્યા

Business
Business

ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 453 અંક વધીને 39150 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 124 અંક વધીને 11541 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, TCS, ICICI બેન્ક, ઈન્ફોસિસ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.15 ટકા વધી 622.60 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 4.70 અંક વધીને 382.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, M&M, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 0.71 ટકા ઘટી 2026.40 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 0.61 ટકા ઘટી 429.70 પર કારોબાર કરી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.