સરકારે એવુ બજેટ તૈયાર કરી રહી છે જે પહેલાં કદી નથી આવ્યું, હેલ્થ સેક્ટર પર થઈ શકે ફોક્સ

Business
Business

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, આ વખતે સરકાર એવું બજેટ તૈયાર કરી રહી છે જે દેશના ઈતિહાસમાં કદી જોવા નહીં મળ્યું હોય. તે માટે ઈન્ડસ્ટ્રીઝમાંથી મળતા વિકાસને પ્રેરિત કરનાર આઈડિયા અને ઈનપુટની મદદ લેવામાં આવી રહી છે. CII પાર્ટનરશિપ સમિટ 2020માં સંબોધન કરતાં નાણાં મંત્રીએ કહ્યું કે, કેન્દ્રીય બજેટ ભારતના ગ્લોબલ ગ્રોથનું એન્જિન બનશે અને આર્થિક પુનુરુત્થાનમાં સહાયક થશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં હેલ્થ અને હેલ્થ સેક્ટરમાં રોકાણ સરકારની પ્રાથમિકતા રહેશે. તેનાથી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વધારે ફંડ મળશે અને ફ્રન્ટલાઈન વર્કર જેવા કે ડોક્ટર, ટેક્નોલોજી, ટેલીમેડિસીનમાં ઉપયોગમાં આતી સ્કિલ અને અન્ય ક્ષમતા ઉભી કરવામાં મદદ મળશે. તેના વિશે હેલ્થ સેક્ટરમાંથી જે પણ ઈનપુટ મળી રહ્યા છે તેને પણ બજેટમાં સામેલ કરવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતને વેક્સીનનું ઉત્પાદન કરવાની સુવિધા અને સૌભાગ્ય મળ્યું છે અને માનવતાને ધ્યાનમાં રાખીને તેની નિકાસ પણ કરી શકાશે. તેમણે હેલ્થ સેક્ટરને ઉગારવા માટે પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રાઈવેટ સેક્ટરને મેડિસિનલ આરએન્ડડી, બાયોટેક, ફાર્મા આરએન્ડડી અને અન્ય ક્ષેત્રે રોકાણ કરવું જોઈએ.

નાણાં મંત્રાલયે બજેટ પહેલાં ઈન્ડસ્ટ્રી અને નિષ્ણાતો સાથે બેઠક કરવાનું શરૂ કરી દીધું છે. આ બેઠકમાં સુધારા વિશે ચર્ચા કરવામાં આવે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે હાલમાં જ કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક, બાયોકોનના કિરણ મજૂમદાર શો સહિત ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે બેઠક કરી હતી. આ પહેલાં નાણાં મંત્રાલયે સામાન્ય જનતા પાસેથી પણ બજેટ વિશે સૂચનો માંગ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.