લાખો કર્મચારીઓનો ફરી વધશે પગાર, દર મહિને થશે આટલા હજારનો લાભ

Business
Dearness Allowance
Business

કેન્દ્ર સરકાર તેના લાખો કર્મચારીઓને ટૂંક સમયમાં બીજી ભેટ આપી શકે છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર જુલાઈમાં ફરી એકવાર મોંઘવારી ભથ્થા (Dearness Allowance to employees)માં વધારો કરી શકે છે. આ વખતે ડીએમાં 4 ટકાનો વધારો થવાની અટકળો છે. જો આમ થશે તો કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓનો પગાર ફરી એકવાર વધી જશે.

મોંઘવારી ભથ્થામાં વધારો થવાની અટકળો

સમાચાર અનુસાર, AICPI ઈન્ડેક્સ (ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ) સતત 2 મહિના સુધી ઘટ્યો હતો, પરંતુ તે પછી માર્ચમાં તેમાં ફરી વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં આ ઇન્ડેક્સ ઘટીને 125.1 પર આવી ગયો હતો. આ પછી, ફેબ્રુઆરી મહિનામાં તે વધુ ઘટીને 125 પોઇન્ટ થઈ ગયો હતો. જોકે, માર્ચ મહિનામાં તે એક જ ઝાટકે 1 પોઈન્ટ વધીને 126 થઈ ગયો હતો. આ કારણે ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર 1 જુલાઈથી ડીએમાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી શકે છે.

ડીએમાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે

સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવાના પ્રભાવથી બચાવવા માટે, તેમના પગાર/પેન્શનમાં DA ઘટક ઉમેરવામાં આવ્યો છે. 7માં નાણાપંચ (7મું પગાર પંચ) અનુસાર ડીએમાં વર્ષમાં બે વાર વધારો કરવામાં આવે છે. પહેલી વાર મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધારવામાં આવે છે અને બીજી વાર જુલાઇમાં થાય છે. સરકાર આ નિર્ણય મોંઘવારી દરના આધારે લે છે. માર્ચમાં AICPI ઇન્ડેક્સમાં વધારા સાથે, લોકોને અપેક્ષા છે કે મોંઘવારી ભથ્થું જુલાઈમાં ફરીથી 4 ટકા વધી શકે છે. મોંઘવારી ભથ્થાનું પુનરાવર્તન માત્ર AICPI ઇન્ડેક્સના આધારે કરવામાં આવે છે.

50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે

સરકારે આ વર્ષે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો જુલાઈમાં તેને ફરીથી વધારવામાં આવે છે, તો ડીએ દર 38 ટકા થશે. જો સરકાર ડીએ વધારવાનો નિર્ણય કરે છે, તો 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને તરત જ તેનો લાભ મળશે અને તેમનો પગાર ફરીથી વધશે. કોરોના રોગચાળાને કારણે, ડીએમાં સુધારો મધ્યમાં થોડા સમય માટે અટકાવવામાં આવ્યો હતો. લગભગ દોઢ વર્ષના ગાળા બાદ કેન્દ્ર સરકારે ગયા વર્ષે જુલાઈમાં ડીએ 17 ટકાથી વધારીને 28 ટકા કર્યો હતો. આ પછી ઓક્ટોબર 2021માં કેન્દ્રીય કર્મચારીઓનો DA 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યો હતો. આ વર્ષે એક વખત 3 ટકાનો વધારો કર્યા બાદ હવે આ ભથ્થું 34 ટકા થઈ ગયું છે.

માસિક પગારમાં રૂ. 2,276નો વધારો થશે

જો 1 જુલાઈથી ડીએ વધારીને 38 ટકા કરવામાં આવે છે, તો દરેક ગ્રેડના કેન્દ્રીય કર્મચારીઓનો પગાર તેમના પગાર ધોરણના આધારે વધશે. આનો સૌથી વધુ ફાયદો એવા કર્મચારીઓને મળશે જેમનો મૂળ પગાર 56,900 રૂપિયા છે. આવા કર્મચારીઓને હાલમાં 19,346 રૂપિયા પ્રતિ માસ ડીએ મળી રહ્યું છે. ડીએનો દર વધારીને 38 ટકા કરવા પર, માસિક ભથ્થાની રકમ 21,622 રૂપિયા થશે. મતલબ કે આ કર્મચારીઓના માસિક પગારમાં રૂ. 2,276નો વધારો થશે અને વાર્ષિક પગારમાં રૂ. 27,312નો વધારો થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.