વિસનગરમાં મહેસાણા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું

Business
Business

મહેસાણા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સરકારે જાહેરાત કરેલા પ્રશ્નોના ઠરાવ કરવા મુદ્દે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રશ્નોનો ઉકેલ આવ્યા છતાં આજદિન સુધી ઠરાવ કે પરિપત્ર થયો ન હોવાથી શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ કાર્યકમો આપવાનું નક્કી કરાયું હતું. જેમાં સરકારે જાહેરાત કરેલા પ્રશ્નોના ઠરાવો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. વિસનગરમાં મહેસાણા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, વિધાનસભાની ચુંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપી ટુંક સમયમાં ઠરાવ કરવા સ્વીકારવામાં આવ્યું હતું. જેમાં ત્રણ ત્રણ વખત જાહેરાત કરવા આવ્યા પછી શાળા શરૂ થયાને દોઢેક માસ થવા છતાં મોટે ભાગે શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. જેથી શાળાઓમાં પૂરતો સ્ટાફ ન હોવાથી હાલમાં યુ ડાયસ પ્લસ, આધાર ડાયસ, TATપરીક્ષાની ઉતરવહી ચકાસણી, પૂરક પરીક્ષાની ઉતરવહીનું નિરીક્ષણ, એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી જેવી વિવિધ કામગીરીઓ થી શિક્ષણ કાર્ય પર વિપરીત અસર પડી રહી છે.શૈક્ષણિક કર્મચારીઓની 100 ટકા કાયમી ભરતી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી આપ્યા બાદ ખાલી જગ્યા પર કાયમી ભરતી સત્વરે પૂર્ણ કરવી, 1/04/2005 પહેલાં નિમણૂક પામેલા શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પાડવા, પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરી વર્ગ આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવો, આચાર્યને પરિપત્ર મુજબ એકઈજાફો આપવા, બિન શૈક્ષણિક સવર્ગ જગ્યાઓ પુનઃ જીવિત કરવી, વર્ધિત પેન્શન યોજના ધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્તિ સમયે 300 રજા રોકડના રૂપાંતર આપવા, અનુદાનીત શાળાઓમાં શિક્ષક કર્મચારીઓની ભરતી કરવી જેવી વિવિધ પ્રશ્નોનો ઉકેલ આવ્યા છતાં કોઈ પણ પરિપત્ર કે ઠરાવ ન થતા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કાર્યકમો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી વિસનગરમાં આજે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.