ટાટા ગ્રુપ આઈફોન બનાવનારી પ્રથમ ભારતીય ગ્રુપ બનશે
ટાટા ગ્રૂપ જાણીતું નામ છે જે ભારતમાં મીઠાથી લઈને સ્ટીલ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતી મોટી કંપની છે.ત્યારે આ કંપની સોફ્ટવેર બિઝનેસમાં પણ પકડ ધરાવે છે.ત્યારે ટાટાનું નવું પગલું આઈફોન ઉત્પાદન તરફ આગળ વધી રહ્યું છે જેમાં જો તે સફળ થાય તો ભારતમાં આઈફોન બનાવી શકે છે.આમ જલ્દી ટાટા ગ્રુપ આઈફોન બનાવનારી પ્રથમ ભારતીય ગ્રુપ બની જશે.ટાટા હવે તાઈવાની કાંટ્રૈક્ટ ઉત્પાદક કંપની વિસ્ટ્રોનનો બેગ્લોરનો પ્લાન્ટ ખરીદવા જઈ રહી છે.જેમાં ટાટા વિસ્ટ્રોન સાથે આગામી 31 માર્ચ સુધીમા આ સોદો પાર પડી જાય તેવું લાગે છે,જેથી આગામી 1લી એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષથી ટાટા ગ્રુપના નેતૃત્વમાં આઈફોનનું ઉત્પાદન શરૂ થશે.આમ ટાટા ગ્રુપ એક સંયુક્ત સાહસમાં મોટો હિસ્સો લેશે.