સોના-ચાંદીમાં સ્વિંગ પેટર્ન, ચાંદી ફરી 1000 ઘટી, સોનામાં મજબૂતી

Business
Business

સોના-ચાંદીમાં સ્વિંગ પેટર્ન જોવા મળી રહી છે. હાલની મૂવમેન્ટ માત્રને માત્ર અમેરિકન ચૂંટણી અને કોરોના વેક્સીન પર નિર્ભર છે. અમેરિકામાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે જેમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા પોલિટીકલ નિવેદનોના આધારે બજારમાં મૂવમેન્ટ થઇ રહી છે. સોનું ઝડપી વધીને 1930 ડોલરની સપાટી પર પહોંચ્યું છે. જોકે, આજે બે તરફી રેન્જમાં અથડાઇ 1925 ડોલર રહ્યું હતું. ચાંદી ફરી ઘટી 25 ડોલરની અંદર સરકી 24.90 ડોલર ક્વોટ થઇ રહી છે.

વૈશ્વિક બજારોની વઘધટ પાછળ અમદાવાદ ખાતે ચાંદી રૂ,1000ના ઘટાડા સાથે રૂ.62000 અને સોનું 100 નજીવું વધી 52800 બોલાતું હતું. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આજે રૂપિયો વધુ 7 પૈસા ઘસાઇ 73.35 રહ્યો હતો. નવરાત્રીના તહેવારો શરૂ થવાની તૈયારી છે ત્યારે આગામી બે થી ત્રણ માસ ખરીદીના સપોર્ટથી બજાર મજબૂત રહેશે.

સારા વરસાદ અને રેકોર્ડ કૃષિ પાકથી ગ્રામ્ય વિસ્તારની ખરીદી પણ મોટા પાયે ખુલે તેવા સંકેતો છે. હાજર બજારની સાથે વાયદામાં પણ બે તરફી રેન્જ જોવા મળી છે.નવી દિલ્હી ખાતે સોનું 133ના નજીવા ઘટાડા સાથે 51989 તથા ચાંદી 875 ઘટી 63860 ક્વોટ થતી હતી. જ્યારે મુંબઇ ખાતે સોનું 51147 તથા ચાંદી 62188 બોલાઇ રહી છે.

ક્રૂડ ઓઇલમાં તેજીના સંકેતો નહિંવત્ છે. ચાલુ સપ્તાહે પણ અમેરિકામાં ક્રૂડ ઇનવેન્ટરી રેશીયો વધીને આવશે તેમજ ચીન તથા અન્ય દેશોની ક્રૂડની માગ સતત ઘટી રહી હોવાથી તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ 43 ડોલર ઉપર ટકતું નથી. અત્યારે બ્રેન્ટ 42.40 ડોલર અને ડબલ્યુટીઆઇ 40.23 ડોલર આસપાસ ક્વોટ થતા હતા. બ્રેન્ટ 47 ડોલરની સપાટી ઝડપી કુદાવે તેવું એનાલિસ્ટો નકારી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.