રિલાયન્સ-ક્વાલકૉમે ૫ય્નું સફળ ટેસ્ટિંગઃ ટૂંક સમયમાં લૉન્ચિંગ

Business
Business

મુંબઇ,
રિલાયન્સ જિયોએ વધુ એક મોટી સફળતા મેળવી છે. રિલાયન્સે અમેરિકાની ટેક્નોલોજી ફર્મ ક્વાલકૉમની સાથે મળી ભારતમાં ૫ય્ નેટવર્કનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરી લીધું છે. બંને કંપનીઓએ ૨૦ ઓક્ટોબરે અમેરિકાના સૈન ડિયાગોમાં થયેલી એક વચ્ર્યૂઅલ ઇવેન્ટમાં આ વિશે જાહેરાત કરી છે. નોંધનીય છે કે ભારતમાં ટૂંક સમયમાં ગ્રાહકોને ૫ય્ નેટવર્કની સુવિધા મળવાની છે. અહેવાલ મુજબ, જિયો અને ક્વાલકૉમે જાહેરાત કરી છે કે તેઓએ ૫ય્દ્ગઇ સોલ્યૂશન્સ અને ક્વાલકૉમ ૫ય્ ઇછદ્ગ પ્લેટફોર્મ પર ૧ ય્હ્વॅજથી વધુ સ્પીડ મેળવી લીધી છે. હાલ અમેરિકા, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ અને જર્મની જેવા દેશોના ૫ય્ ગ્રાહકોને ૧ ય્હ્વॅજ ઇન્ટરનેટ સ્પીડની સુવિધા મળી રહી છે.

રિલાયન્સ જિયોના પ્રેસિડન્ટ મેથ્યૂ ઓમાને ક્વાલકૉમ ઇવેન્ટમાં કે ક્વાલકૉમ અને રિલાયન્સની સબ્સિડિયરી કંપની રેડિસિસની સાથે મળી અમે ૫ય્ ટેકનીક પર કામ કરી રહ્યા છીએ, જેથી ભારતમાં તેને વહેલી તકે લૉન્ચ કરી શકાય. આવનારા દિવસોમાં ભારતમાં યૂઝર્સ ૧ ય્હ્વॅજ સુધીની સ્પીડની મજા લઈ શકશે.

દેશમાં ૫ય્ ટેક્નોલોજી આવ્યા બાદ ગ્રાહકોને ઝડપી હાઇ સ્પીડ ડેટાનો સારો અનુભવ મળશે. ક્વાલકૉમ ટેક્નોલોજીસ દુનિયાની અગ્રણી વાયરલેસ ટેક્નોલોજી ઇનોવેટર છે, જે હાલમાં રિલાયન્સ જિયોની સાથે મળી ૫ય્ ટેકનીક પર કામ કરી રહી છે.
આ વર્ષે જુલાઈમાં ક્વાલકૉમ વેન્ચરના ઇન્વેસ્ટમેન્ટ એકમ ક્વાલકૉમ ઇન્કે જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ક્વાલકૉમે ૦.૧૫ ટકાની હિસ્સેદારી માટે ૭૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ હતું કે ક્વાલકૉમની સાથે મળી જિયો ૫ય્ વિઝન પર કામ કરશે અને ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં સહયોગ આપશે. જિયોએ કે તેઓ ક્વાલકૉમની સાથે મળી દેશી ૫ય્ સોલ્યૂશન્સ અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યા છે. કંપની સ્થાનિક ૫ય્ ટેક્નોલોજી સોલ્યૂશન્સ પર કામ કરી રહી છે જેનો ઉપયોગ રિટેલ અને ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.