દિવાળી પહેલા શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં ૭૨૪ અંકનો ઉછાળો

Business
Business

મુંબઇ,
આજે કારોબારના અંતે શેર માર્કેટમાં મજબૂત તેજી નોંધાઈ. આજે કારોબારના અંતે ૩૦ શેરો વાળો બીએસઈ સેન્સેક્સ ૭૨૪.૦૨ પોઇન્ટની મજબૂતી સાથે ૪૧,૩૪૦.૧૬ ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ નિફ્ટી ૨૧૧.૮૦ પોઇન્ટની મજબૂતી સાથે ૧૨,૧૨૦.૩૦ પર બંધ થયો છે.
આજે શરૂઆતી કારોબારમાં બીએસઈના ૩૦ શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૯૫.૯૮ પોઇન્ટની મજબૂતી સાથે ૪૧,૧૧૨.૧૨ ના સ્તર પર ખુલ્યા હતો. તો એનએસઈના ૫૦ શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૫૩.૯ પોઇન્ટની મજબૂતી સાથે ૧૨,૦૬૨.૪૦ પર ખુલ્યો હતો.
આજે સેઇલ, એચપીસીએલ, એસઆરએફ, પીવીઆર, નાલ્કો, ઇન્ડસઇન્ડ બેન્ક, એનએમડીસી, ઇન્ટરગ્લોબ એવિએશન, એસબીઆઈ, ટાટા સ્ટીલ, જીએમઆર ઇન્ફ્રા, મુથૂટ ફાઇનાન્સ, ગેઇલ, સન ટીવી નેટવર્ક, બીપીસીએલ, બજાજ ફાઇનાન્સ, ઝી એન્ટરટેઇનમેન્ટ, ચોલામંડલમ, આજે કારોબારના અંતે. કોલ ઈન્ડિયા, ભેલ, યુનાઇટેડ સ્પિરિટ્‌સ, બજાજ ફિનસવર, ભારત ઇલેક્ટ્રિક, યુપીએલ, આરઈસી, ટાટા પાવર, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, એચસીએલ ટેક, એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ, આઈજીએલ, જ્યુબિલેન્ટ ફૂડ, પેજ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્‌સ, કમિન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, યુનાઇટેડ બ્રુઅરીઝ, પાવર ફાઇનાન્સ અને ગ્રાસિમ લીલા નિશાન પર બંધ થયા છે.
બુધવારે વિશ્વનાં બજારોમાં ખરીદી જાેવા મળી. અમેરિકાનું બજાર ડાઉ જાેન્સ ૧.૩૪ ટકાના વધારા સાથે ૩૬૭.૬૩ અંક વધી ૨૭૮૪૭.૭૦ પર બંધ થયું હતું. નેસ્ડેક ઈન્ડેક્સ પણ ૪.૪૧ ટકાના વધારા સાથે ૪૯૭.૧૧ અંક વધી ૧૧૭૭૭.૦૦ પર બંધ થયો હતો, જ્યારે એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ ૨.૨૦ ટકાના વધારા સાથે ૭૪.૨૮ પોઈન્ટ ઉપર ૩૪૪૩.૪૪ પર બંધ થયો હતો.
સૌથી વધનારા શેરોમાં હિંદાલ્કો, એસબીઆઇ, ટાટા સ્ટીલ, બીપીસીએલ અને ઇન્ડ્‌સઇન્ડ બેન્ક હતા. જ્યારે સૌથી વધુ ઘટનારા શેરોમાં હીરો મોટોકોર્પ અને એચડીએફસી લાઇફ હતા.
સેક્ટરોમાં જાેઈએ તો બીએસઇ મેટલ ઇન્ડેક્સ ૪.૪ ટકા વધ્યો હતો અને ઓઇલ-ગેસ ઇન્ડેક્સ ત્રણ ટકા વધ્યો હતો. બીએસઇ બેન્ક અને કેપિટલ ગૂડ્‌સ ઇન્ડાઇસીસ બે-બે ટકા વધ્યા હતા, પરંતુ રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટેલો હતો. સેઇલ, નાલ્કો અને એસઆરએફ ૧૦૦ ટકાથી વધુ વોલ્યુમ નોંધાવ્યો હહતો.
વોલ્ટાસ સેઇલ અને હિંદાલ્કોમાં લોંગ બિલ્ડ-અપ જાેવા મળ્યુ હતુ, જ્યારે પેટ્રોનેટ એલએનજી, ગોદરેજ પ્રોપર્ટીઝ અને એપોલો ટાયર્સમાં શોર્ટ પોઝિશન બિલ્ડ અપ થઈ હતી. એસઆરએફ, સુબેક્સ અને વોલ્ટાસ જેટ એરવેઝના શેર બીએસઇમાં બાવન સપ્તાહની નવી સપાટીએ પહોંચ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.