સેન્સેક્સ ૩૫૫ પોઇન્ટ વધી ૪૦,૬૧૬, નિફ્ટીએ ૧૧,૯૦૦ની સપાટી પરત મેળવી

Business
Business

મુંબઇ,
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વોટિંગ ચાલુ છે. જાેકે, અમુક રાજ્યોમાં વોટિંગ બંધ થઈ ગયું છે અને ગણતરી શરૂ થઈ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જાે બિડેન માંથી રાષ્ટ્રપતિ કોણ બનશે, આના રુઝાન આવવાના શરૂ થઈ ગયા છે.
માત્ર અમેરિકા જ નહીં પણ આખી દુનિયાની નજર અમરેકાની ચૂંટણી અને તેના પરિણામ પર છે. તેમજ અમેરિકાની ચૂંટણીની અસર ભારતીય શેરબજારમાં પણ જાેવા મળી છે. તેમજ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો પહેલા આઇટી શેરમાં તેજી જાેવા મળી છે.
સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા ઉછાળો જાેવા મળ્યો છે. તેથી માર્કેટમાં ખુશી છવાઇ છે. જેમાં સેન્સેક્સ ૩૫૫.૦૧ પોઇન્ટ એટલે ૦.૮૮% ટકાના વધારા સાથે ૪૦,૬૧૬.૧૪ પર બંધ થયો છે. તેમજ નિફ્ટી ૯૫.૦૦ પોઇન્ટ એટલે ૦.૮૦% ટકાના વધારા સાથે ૧૧,૯૦૮.૫૦ પર બંધ રહી છે.
સેન્સેક્સ પેકની ૩૦ પૈકી ૨૦ કંપનીના શેરના ભાવમાં તેજી જ્યારે ૧૦ કંપનીના શેરમાં મંદીમય માહોલ જાેવા મળતો હતો. સૌથી વધારે સુધારો નોંધાવનાર શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, સનફાર્મા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, કોટક બેન્ક, બજાજ ફાયનાન્સ, નેસ્લે, જીમ્ૈં, ટાઈટન, ્‌ઝ્રજી, એશિયન પેઇન્ટના શેરનો સમાવેશ થતો હતો. જ્યારે સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં ૐડ્ઢહ્લઝ્ર, એક્સિસ બેન્ક, પાવરગ્રીડ, ૈંઝ્રૈંઝ્રૈં બેન્ક, દ્ગ્‌ઁઝ્ર, ન્શ્્‌, ટાટા સ્ટીલનો સમાવેશ થતો હતો. આજે ેંજી ડોલરની તુલનામાં રૂપિયાની કિંમત બે મહિનાની નીચી સપાટી ૭૪.૮૧ પર પહોંચી ગઈ છે. અમેરિકાના પ્રેસિડેન્સિયલ ઈલેક્શનના પરિણામમાં ઘટાડો થયો છે. આ અગાઉ ૭૪.૪૧ કિંમત પર બંધ રહ્યો હતો.મ્જીઈ ૨,૭૯૫ કંપનીના શેરમાં કામકાજ થયુ હતું. તેમાં ૧,૨૮૩ કંપનીના શેરોની કિંમત વધી હતી અને ૧,૩૧૦ કંપનીના શેરમાં ઘટાડો થયો હતો. ૨૦૭ કંપનીના શેરમાં તેજીની સર્કિટ લાગી હતી જ્યારે ૫૫ કંપનીના શેરોમાં મંદગીની સર્કિટ લાગી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.