સેંસેક્સમાં 1100, નિફ્ટીમાં 300 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના પોણાત્રણ લાખ કરોડ રૂપિયાનું થયું ધોવાણ

Business
Business

દેશની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસના ત્રિમાસિક પરિણામ જાહેર થઈ ગયા છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં કંપનીને 20 ટકાથી વધારે ફાયદો થયો છે. ગુરૂવારે શરૂઆતના વ્યવસાય દરમયાન ઈન્ફોસિસના શેર 2 ટકાથી વધારે મજબુત થયા છે. જો કે, થોડી મીનીટો બાદ જ નફો બુકીંગ શરૂ થયું હતું. બપોરે ઈન્ફોસિસના ભાવમાં આશરે 3 ટકાનો ઘટાડો થયો છે. તો અન્ય આઈટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ટેક મહિન્દ્રા, એચસીએલ, ટીસીએસના શેર ઘણા નબળા રહ્યાં હતાં.

ઈન્ફોસિસનો નફો વધ્યો

ઈન્ફોસિસ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નફો 4845 કરોડ રૂપિયા ઉપર પહોંચ્યું છે. આ પહેલા પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં કંપનીએ 4019 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. ઈન્ફોસિસે કહ્યું છે કે, ત્રિમાસિક દરમયાન તેની આવક 8.5 ટકાના વધારા સાથે 24570 કરોડ રૂપિયા થઈ છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિકમાં કંપનીની આવક 22629 કરોડ રૂપિયા થઈ હતી. ઈન્ફોસિસે 12 રૂપિયા પ્રતિ ઈક્વિટિ શેરનો અંતરિમ લાભાંશ જાહેર કર્યો છે. આઈટી કંપની ઈન્ફોસિસે પોતાના તમામ સ્તરોના કર્મચારીઓને પગારમાં વૃદ્ધિ અને પદોન્નતિ દેવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે, વેતનવૃદ્ધિ અને પદોન્નતિ એક જાન્યુઆરીથી પ્રભાવિત થશે.

સેંસેક્સ-નિફ્ટીમાં ઉતાર ચઢાવ

શરૂઆતના કારોબારમાં શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી હતી. કારોબાર દરમયાન સેંસેક્સ 300 અંક નીચે પડીને 40500 અંકના સ્તર ઉપર રહ્યો હતો.નિફ્ટીમાં 100 અંકનો ઘટાડો થયો અને તે 11900ના અંકથી નીચે રહી હતી. બપોર બાદના કારોબારમાં સેંસેક્સ 1000 અંક સુધી નીચે પડીને 40 હજાર અંકથી નીચે આવ્યો તો નિફ્ટીની વાત કરીએ તો 250 અંકથી વધારેનો ઘટાડાની સાથે 11750 અંકના સ્તર ઉપર આવી ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.