ભારત-ચીન વચ્ચે બોર્ડર વિવાદ વધતા સેન્સેક્સ 40,000 ઉપર ટકવામાં નિષ્ફળ, માર્કેટ 839 પોઈન્ટ ઘટ્યું

Business
Business

આજે સપ્તાહના પહેલા દિવસે સોમવારે ભારતીય શેરબજારો સકારાત્મક ખુલ્યા હતા. જોકે, બાદમાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વધુ ઘેરો બન્યાના સમાચાર આવ્યા બાદ બજારોની ચાલ નકારાત્મક બની હતી અને BSE સેન્સેક્સ જે વધીને 40,000ની સપાટી કુદાવી ગયો હતો તે દિવસ પૂરો થતાં સેન્સેક્સ 839 પોઈન્ટ અથવા 2.13% તૂટીને 38,628.29 પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી 284.40 પોઈન્ટ અથવા 2.44% ઘટી 11363.20 પર બંધ થઇ હતી.

HDFC સિક્યોરિટીઝના રિટેલ રિસર્ચના હેડ દીપક જસાણીએ જણાવ્યું કે, ચીન સાથે બોર્ડર વિવાદ ઉપરાંત 1 સપ્ટેમ્બરથી લાગુ થનારી નવી માર્જીન સિસ્ટમ પણ થોડી જવાબદાર છે. બજારને અપેક્ષા હતી કે આ નવી સિસ્ટમને લાગુ કરવાની તારીખ થોડી આગળ જશે પણ સેબીએ હજુ સુધી એવું કર્યું નહિ એટલે પેનિક સેલિંગ જોવા મળ્યું હતું.

આજના ઘટાડામાં મેટલ, ફાર્મા અને પબ્લિક સેક્ટરની બેન્કોએ લીડ લીધી હતી. આ બધામાં 4% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. સન ફાર્મા, SBI, બજાજ ફાઈનાન્સ, ICICI બેંક, કોટક મહિન્દ્ર બેંક, ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ,NTPC, HDFC બેંક, રિલાયન્સ સહિતની મોટી કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી.બજાર પૂરી થવાને હવે જયારે એક કલાક કરતા પણ ઓછો સમય છે ત્યારે હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું પ્રમાણ વધતા અત્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં 1050 પોઈન્ટથી વધારેનો કડાકો બોલી ગયો છે. ખાસ કરીને HDFC, કોટક બેંક, SBI, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ અને એક્સિસ બેંક સહિતના બેન્કિંગ અને ફાઈનાન્સ કંપનીઓના શેરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.