એસબીઆઇને સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૪૫૭૪ કરોડનો નફો થયો

Business
Business

મુંબઇ,
કોરોના મહામારીને લીધે ઠપ થઇ ચૂકેલા આર્થિક તંત્રની વચ્ચે સૌથી મોટી સરકારી બેન્ક SBIએ શુભ સંકેત આપ્યા છે. બેન્કની બીજી ત્રિમાસિક- જૂલાઇથી સપ્ટેમ્બરના પરિણામ જાહેર થયા છે જેમાં બેન્કને અનુમાન કરતા પણ વધારે નફો થયો હોવાના માહિતી છે. આંકડાઓ મુજબ બીજી ત્રિમાસિકમાં બેન્કને ૪૫૭૪ કરોડ રુપિયાનો નફો થયો છે. ગત વર્ષેની સરખામણીએ આ નફો ૧૫૦૦ કરોડ રુપિયા વધારે છે. આશકે ૫૨ ટકા વધારે.
બેન્ક મુજબ પહેલી ત્રિમાસિકની સરખામણીએ બીજી ત્રિમાસિકમાં કુલ આવકમાં ઘટાડો આવ્યો હતો. પરંતુ ચોખ્ખા વ્યાજની આવક ૨૮,૧૮૨ કરોડ રુપિયા હતી.

આ સિવાયના બેન્કના જણાવ્યા મુજબ ગ્રોસ નોન પર્ફોમિંગ એસેટ-NPAમાં પણ નોંધનીય ઘટાડો આવ્યો છે. ગત વર્ષે બીજી ત્રિમાસિકમાં NPA ૧.૨૯ લાખ કરોડ હતી જે ઘટીને આ વર્ષે ૧.૨૫ લાખ કરોડ પર પહોંચી હતી. જાેકે તેની પાછળ સુપ્રીમ કોર્ટનો એ આદેશ જવાબદાર હોઇ શકે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જે એકાઉન્ટ ૩૧ ઓગસ્ટ સુધી દ્ગઁછ જાહેર ન કરાયા હોય, તેને આગામી આદેશ સુધી NPA જાહેર ન કરવા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.