સાઉદી અરેબિયાનું સોવેરિયન વેલ્થ ફંડ PIF જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે

Business
Business

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં આજે સાઉદી અરેબિયાના સોવેરિયન વેલ્થ ફંડ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડે (PIF) રૂ. 11,367 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. PIFને આ રોકાણની સામે જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધારે 2.32% ઇક્વિટી હિસ્સો મળશે. આ રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સને એપ્રિલ, 2020થી અત્યાર સુધી વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,693.95 કરોડનું રોકાણ મળ્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, KKR, મુબાદલા, ADIA, TPG અને એલ કેટરટન સામેલ છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, અમે રિલાયન્સમાં ઘણા દાયકાઓથી સાઉદી અરેબિયાના કિંગ્ડમ સાથે લાંબા અને ફળદાયક સંબંધો ધરાવીએ છીએ. ઓઇલ ઇકોનોમીથી અમારા સંબંધો હવે ભારતને ન્યૂ ઓઇલ (ડેટા-સંચાલિત) ઇકોનોમી તરફ મજબૂત બનવા અગ્રેસર છે, જેનો પુરાવો જિયો પ્લેટફોર્મ્સમાં PIFનું રોકાણ છે. અમે 1.3 અબજ ભારતીયોના જીવનને સમૃદ્ધ કરવા અને સક્ષમ બનાવવા ભારતના ડિજિટલ પરિવર્તનને વેગ આપવા મહત્ત્વાકાંક્ષી પગલાં લીધા હોવાથી તેમનો સતત સાથસહકાર અને માર્ગદર્શન મેળવવા આતુર છીએ.PIFના ગવર્નર યાસિર અલ-રુમાય્યાને કહ્યું હતું કે, અમને ઇનોવેટિવ બિઝનેસમાં રોકાણ કરવાની ખુશી છે, જે ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મોખરે છે. અમે માનીએ છીએ કે, ભારતીય ડિજિટલ અર્થતંત્રમાં પુષ્કળ તકો રહેલી છે અને જિયો પ્લેટફોર્મ્સ અમને એ વૃદ્ધિનો લાભ લેવાની ઉત્કૃષ્ટ તક પ્રદાન કરે છે. આ રોકાણ અમને સાઉદી અરેબિયાના અર્થતંત્ર તથા અમારા દેશના નાગરિકોના લાભ માટે લાંબા ગાળે મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક વળતર જનરેટ કરવા સક્ષમ બનાવશે, જે કિંગ્ડમની રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવા અને એની વૃદ્ધિને સુસંગત છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.