નાણાકીય છેતરપિંડી રોકવા RBIએ શરૂ કરી નવી સુવિધા, વર્ચ્યુઅલ કોડથી કામ થશે સરળ

Business
Business

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંક સ્તરે ‘કાર્ડ-ઓન-ફાઈલ’ (CoF) ટોકન સુવિધા શરૂ કરી છે. આના દ્વારા ગ્રાહકો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ટોકન બનાવી શકશે અને તેને અલગ-અલગ ઈ-કોમર્સ એપ્સના એકાઉન્ટ સાથે લિંક કરી શકશે. અગાઉ, CoF ટોકન માત્ર વેપારીની એપ અથવા વેબપેજ દ્વારા જ જનરેટ કરી શકાતું હતું. સીઓએફ ટોકનની મદદથી, ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, કાર્ડની વિગતો આપ્યા વગર પેમેન્ટ કરી શકાય છે.

સંપૂર્ણ માહિતી વર્ચ્યુઅલ કોડમાં હશે

કાર્ડ ટોકનાઇઝેશન સિસ્ટમનો અમલ ડેટાની ચોરી અને નાણાકીય છેતરપિંડી સામે રક્ષણ કરવામાં મદદ કરશે. આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, સીઓએફ ટોકન્સ સીધા કાર્ડ જારી કરતી બેંકો દ્વારા જનરેટ કરી શકાય છે. આ કાર્ડધારકોને એકસાથે બહુવિધ વેપારીઓ માટે કાર્ડ ટોકનાઇઝ કરવાનો વધારાનો વિકલ્પ આપશે. COF ટોકનમાં, કાર્ડ સંબંધિત માહિતી જેવી કે 16 અંકનો નંબર, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માન્યતા અને CVV નંબરને વર્ચ્યુઅલ કોડ દ્વારા બદલવામાં આવશે.

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુરક્ષિત રીત

દરેક કાર્ડધારકે કાર્ડ ટોકનાઇઝ્ડ કરાવવું જરૂરી નથી. પરંતુ આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની એક સુરક્ષિત પદ્ધતિ છે, જેમાં કાર્ડ સંબંધિત વાસ્તવિક માહિતી શેર કરવાની જરૂર નથી. આરબીઆઈએ સપ્ટેમ્બર 2021માં CoFTની શરૂઆત કરી હતી અને તે ગયા વર્ષે 1 ઓક્ટોબરે લાગુ કરવામાં આવી હતી. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે COFT જનરેશન ફક્ત ગ્રાહકની સંમતિ અને પ્રમાણીકરણના વધારાના પરિબળ (AFA) સાથે થવું જોઈએ.

RBI દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કાર્ડધારક પોતાના કાર્ડને ટોકનાઇઝ કરવા માટે બહુવિધ વેપારીઓને પસંદ કરે છે, તો તમામ વેપારીઓ માટે AFA વેરિફિકેશન ઉમેરી શકાય છે. કાર્ડધારકો તેમની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે, નવું કાર્ડ મળ્યા પછી અથવા પછીની તારીખે કાર્ડને ટોકનાઇઝ કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.