ડિજિટલ કરન્સીના મોડેલ પર RBI સક્રિય : ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

Business
Business

રિઝર્વ બેંકની એક આંતરિક સમિતિ ડિજિટલ કરન્સીના મોડલ પર કામ કરી રહી છે. કમિટી દ્વારા વિવિધ પાસાના અભ્યાસ બાદ ટૂંકમાં આ અંગે ચોક્કસ નિર્ણય લેવાશે.

રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર કાનુન્ગોએ જણાવ્યું હતું કે મધ્યસ્થ બેંકની સમિતિ દ્વારા ડિજિટલ કરન્સીના મોડેલની ખૂબ નજીકથી વિવિધ પાસાની ચકાસણી થઈ રહી છે. તેથી તેમાં રહેલ ત્રુટિઓનો અંદાજ આવી શકે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, અગાઉ રિઝર્વ બેંક દ્વારા સત્તાવાર ડિજિટલ ચલણ સાથે બહાર આવ્યાનો ઈરાદો જાહેર કર્યો હતો. પરંતુ આ મુદ્દાને લઈને મધ્યસ્થ બેંક ખુદ જ ચિંતામાં હતી. તાજેતરમાં સરકારે પણ ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂક્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે તાજેતરના વર્ષોમાં ખાનગી ડિજિટલ કરન્સી, વર્ચ્યુઅલ કરન્સી તેમજ ક્રિપ્ટો કરન્સીએ ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે. પરંતુ ભારતમાં આ મુદ્દાને લઈને સરકાર તેમજ નિયમનકાર તેને શંકાની નજરે જોઈ રહ્યા છે. આ સેગમેન્ટ સાથે સંકળાયેલા જોખમો અંગે પણ અનેક આશંકાઓ છે.

આમ, આ દ્વિધાના પગલે આ સમિતિ આ પ્રકારની કરન્સીની જરૂરિયાત અને તેના સફળ સંચાલન અંગે શું કરી શકાય તે વિષય પર કામ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.