2023 સુધીમાં 12 પ્રાઈવેટ ટ્રેન શરુ થઇ જશે, ઇન્ડિયન રેલવેને રૂ. 30 હજાર કરોડનું રોકાણ આવવાની અપેક્ષા

Business
Business

ભારતીય રેલ્વેએ પ્રાઈવેટ સેક્ટરની મદદથી ચલાવવામાં આવનારી ખાનગી ટ્રેનો માટે ટાઈમ લાઈન નક્કી કરી છે. પ્રારંભિક તાઇમ લાઈન મુજબ 2023 સુધીમાં 12 ટ્રેનોનો પહેલો સેટ લોન્ચ કરી દેવામાં આવશે. જયારે તમામ 151 ટ્રેનો 2027 સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે.

ભારતીય રેલ્વેએ પોતાના નેટવર્કમાં પ્રાઈવેટ પેસેન્જર ટ્રેન ચલાવવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ 151 મોડર્ન યાત્રી ટ્રેનો ચલાવવા માટે ખાનગી સેક્ટર પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી છે. આ પ્રાઈવેટ ટ્રેનો 109 રૂટ પર ચલાવવામાં આવશે. દરખાસ્ત મુજબ, આ ટ્રેનોને ચલાવવા માટે પ્રાઈવેટ કંપનીઓ દ્વારા શરૂઆતના તબક્કે રૂ. 30 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.

ખાનગી ટ્રેન ચલાવવા માટે ભારતીય રેલ્વેએ 8 જુલાઈએ રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન (RFQ) મંગાવી હતી. આ નવેમ્બર સુધી તે ફાઈનલ થઇ જવાની અપેક્ષા છે. રેલ્વેએ નક્કી કરેલી ટાઈમ લાઈન મુજબ, નાણાકીય ટેન્ડર માર્ચ 2021માં ખોલવામાં આવશે અને 31 એપ્રિલ 2021 સુધીમાં સફળ બિડરોની પસંદગી કરવામાં આવશે. રેલ્વે અધિકારીઓના મતે, આ પ્રોજેક્ટ માટે સૌથી વધુ સરેરાશ આવક આપનારાની પસંદગી કરવામાં આવશે.

રેલવેના જણાવ્યા મુજબ 70% ખાનગી ટ્રેનોનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં કરવામાં આવશે. આ ટ્રેનોને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તે રીતે તૈયાર કરવામાં આવશે. 130 કિમીની સ્પીડે પ્રવાસનો સમય 10-15% બચી શકે છે, જયારે 160 કિમીની ઝડપે 30% સમય બચશે. આ પ્રાઈવેટ ટ્રેનોની સ્પીડ રેલ્વે દ્વારા ચલાવવામાં આવતી ટ્રેનો કરતાં વધારે હશે. પ્રત્યેક ટ્રેનમાં 16 કોચ હશે.

RFQ મુજબ, પ્રાઈવેટ કંપનીઓએ વાસ્તવિક વપરાશના આધારે ભારતીય રેલવેને ફિક્સ્ડ હોલેજ ચાર્જ અને એનર્જી ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત નિર્ધારિત શેરના આધારે રેવન્યુના ભાગ પાડવામાં આવશે. રેલવેને આ 151 ટ્રેનોમાંથી રૂ. 3000 કરોડના હોલેજ ચાર્જ મળવાની અપેક્ષા છે. આ ટ્રેનોમાં ડ્રાઈવર અને ગાર્ડ ઇન્ડિયન રેલ્વે તરફથી નિયુક્ત કરવામાં આવશે.

હાલમાં, તેજસ એક્સ્પ્રેસના નામથી ખાનગી ટ્રેન ચલાવવામાં આવે છે. આનું સંચાલન ભારતીય રેલ્વેની સબસિડીયરી IRCTC કરે છે. આ ટ્રેન-દિલ્હી લખનૌ અને અમદાવાદ-મુંબઈ વચ્ચે ચલાવવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.