મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પ્રિમિયમ પેટ્રોલ 100ને પાર

Business
Business

મધ્ય પ્રદેશના પાટનગર ભોેપાલમાં પ્રિમિયમ પેટ્રોલનો ભાવ વધીને ૧૦૦.૦૪ થઇ ગયો છે. કેટલાક જૂના પેટ્રોલ પંપના મશીનોમાં ત્રણ ડિજિટ ન હોવાથી ભાવ ૧૦૦ રૃપિયા થતાં કર્મચારીઓ અને ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જો કે અહીં સામાન્ય પેટ્રોલનોે ભાવ ૯૬.૩૭ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૬.૯૪ રૃપિયા થયો છે.

સળંગ પાંચમા દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવ વધારતા પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ટોચે પહોંચી ગયા છે. આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવમાં ૩૦ પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં ૩૬ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૮.૧૪ રૃપિયાથી વધીને ૮૮.૪૪ રૃપિયા થઇ ગયો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ૭૮.૭૪ રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૪.૯૩ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૮૫.૭૦ રૃપિયા થયો છે.

કોલકાતામાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૮૯.૭૩ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૨.૩૩ રૃપિયા થયો છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૦.૭૦ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૩.૮૬ રૃપિયા થયો છે. બેંગાલુરુમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને ૯૧.૪૦ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને ૮૩.૪૭ રૃપિયા થયો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને ૬૨ ડોલરને પાર થઇ ગયો છે. સતત વધી રહેલા ક્રૂડના ભાવને પગલે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરી રહી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.