IT કંપનીઓમાં 50થી વધુ વય જૂથમાં માત્ર 2.5 ટકા કર્મચારીઓ જ કાર્યરત
જેઓ ૫૦ વર્ષથી વધુ ઉંમરના છે અને હજુ પણ સ્થાનિક માહિતી ટેકનોલોજી (આઈટી) કંપનીમાં કામ કરે છે, તેઓએ પોતાને ભાગ્યશાળી, નસીબદાર ગણવા જોઈએ – કારણ કે તેઓ કંપનીના કુલ કર્મચારી આધારનો માત્ર ૧ થી ૨.૫ ટકા ભાગ છે.
ભારતની આઈટી કંપનીઓની આફિસમાં કર્મચારીઓની ઉંમર પ્રોફાઇલ પરના ડેટાને ધ્યાનમાં લઈએ તો દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસના ખરૂ૨૩ ના વાર્ષિક અહેવાલ મુજબ, તેના રોલ પરના માત્ર ૧ ટકા કર્મચારીઓ ૫૦થી વઘુ વર્ષના છે. તેનાથી વિપરીત, ૫૨.૬૯ ટકા કર્મચારીઓની ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે.
દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસમાં પણ આવું જ વલણ જોવા મળે છે. વૈશ્વિક સ્તરે કંપનીના લગભગ ૨.૫ ટકા કર્મચારીઓ ૫૦ વર્ષથી વધુ ઉંમરના છે, જ્યારે ૫૯.૬ ટકા ૩૦ વર્ષથી ઓછી ઉંમરના છે.
ખરૂ૨૨ માં, ટેક મહિન્દ્રાના માત્ર ૦.૦૩ ટકા કર્મચારીઓ ૫૧ વર્ષ અને તેથી વધુ વયના હતા, જ્યારે ૫૧.૩ ટકા કર્મચારી આધાર ૩૦ વર્ષથી નીચેના હતા. ન્ પર, ૩૦ વર્ષથી નીચેના લગભગ ૪૬.૩% અને ૫૦ થી વધુ માત્ર ૨ ટકા હતા.
અમેરિકા કે યુરોપમાં પરિસ્થિતિ જુદી છે. દાખલા તરીકે, યુ.એસ.માં માત્ર ૧૭ ટકા ટીસીએસના કર્મચારીઓની ઉંમર ૩૦ વર્ષથી ઓછી છે, અને ૨૧.૮ ટકાની ૫૦ વર્ષથી ઉપર છે.
જાણકારોના મત મુજબ યુ.એસ.માં નોકરીમાં વય ક્યારેય પરિબળ હોતી નથી, કારણ કે તેને ભેદભાવપૂર્ણ તરીકે જોવામાં આવે છે. તે એ પણ નિર્દેશ કરે છે કે ઓનસાઇટ કામ માટે વરિષ્ઠ, અનુભવી વ્યક્તિઓ જરૂરી છે. ઓનસાઇટ વર્ક માટે ઘણા વરિષ્ઠ, અનુભવી લોકોની જરૂર છે કારણ કે તેઓએ ક્લાયન્ટ બાજુ પર કામ કરવું પડશે જ્યાં જ્ઞાાનનું ટ્રાન્સફર જરૂરી છે. યુએસમાં નિવૃત્તિ વય ભારત કરતાં વધુ છે, જે પણ એક કારણભૂત પરિબળ હોઈ શકે છે. જો કે ભવિષ્યમાં યુએસમાં ટ્રેન્ડ બદલાઈ શકે છે.