નિફટી 13000ને પાર : શેરબજાર લાઇફ ટાઇમ હાઇ

Business
Business

રાજકોટ
શેરબજારમાં વિક્રમી તેજીની દૌટ વન વે ચાલુ જ રહી હોય તેમ આજે સતત બીજા દિવસે સેન્સેકસે હનુમાન કુદકો લગાવ્યો હતો અને શેરબજારના ઇતિહાસમાં પ્રથમ વખત નીફટી 13000ને પાર કરી ગઇ હતી. સેન્સેકસમાં 305નો ઉછાળો હતો.

શેરબજારમાં વૈશ્વિક તેજીની અસર હેઠળ શરૂઆત જ ગેપથી થઇ હતી અને પ્રારંભીક કામકાજમાં જ નવો ઇતિહાસ રચાઇ ગયો હતો. અમેરીકી શેરબજારમાં તેજી થયા બાદ આજે સવારે જાપાન, હોંગકોંગ, સહિતના એશીયન શેરબજારો પર તેજીમાં આવતા સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કોરોના વેકસીનના રિપોર્ટે માર્કેટનું માનસ ફેરવી નાંખ્યું છે. આવતા મહિનામાં કોરોનાની રસી બજારમાં મૂકવાની અમેરીકા સહિતના દેશોએ જાહેરાત કરી દીધી હોવાથી આ મહામારી સામેનો જંગ જીતવાના આરે હોવાનું જણાતા શેરબજાર વન-વે તેજીમાં આવી ગયું છે. વિશ્વભરમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં વેકસીનના સમાચારોએ તેની કોઇ વિપરીત અસર થવા દીધી નથી. આવતા દિવસો જેમ વેકસીન માટે નિર્ણાયક હશે તેમ શેરબજાર માટે પણ નિર્ણાયક બની રહેવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતમાં અમુક ભાગોમાં કોરોના કેસ વધતાં લોકડાઉનની અટકળો જામી છે. પરંતુ શેરબજાર તેને કંઇ ગંભીર ગણતું નથી.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 400 પોઇન્ટના ઉછાળાથી ઉંચામાં 44487 થયો હતો. નેશનલ સ્ટોક એકસચેન્જનો નીફટી પ્રથમ વખત 13000ની સપાટી પાર કરી ગયો હતો. ઉંચામાં 13044 થઇને 111 પોઇન્ટના ઉછાળાથી 13037 સાપડયો હતો. શેરબજારમાં આજે પ્રારંભીક કામકાજમાં 1111 શેરો ઉંચકાયેલા હતાં. જયારે 512માં ઘટાડો હતો. માર્કેટનો ટ્રેન્ડ પોઝીટીવ ગણવામાં આવતો હતો. મુખ્ય વધેલા શેરોમાં અદાણી પોર્ટ, મહિન્દ્રા, આઇસર મોટર, મારૂતી, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, એશિયન પેઇન્ટસ, એકસીસ બેંક, હિન્દ લીવર, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક વગેરેનો સમાવેશ થતો હતો. તેજી બજારે પણ રિલાયન્સ, ટાઇટન, ઓએનજીસી, ગેઇલ જેવા કેટલાક શેરો નબળા હતાં.

શેરબજારમાં એકધારી તેજીની સામે સોના-ચાંદીમાં ગાબડા પડયા હતા. ગઇ રાત્રે બંને કિંમતી ચીજોમાં કડાકો સર્જાયા બાદ આજે પણ મંદીનો દૌર જારી રહ્યો હતો. આજે સવારે કોમોડીટી એકસચેન્જમાં સોનુ 5પપ રૂપિયા ઘટીને 48925 હતું. ચાંદી 800 રૂપિયાના ઘટાડાથી 59750 હતું. લાંબા વખત પછી ચાંદીમાં 60,000નું લેવલ તૂટયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.