નંદન નિલેકણીએ IIT Bombayને આપ્યા રૂ.315 કરોડ, કહ્યું દાન નહીં ઋણ ચૂકવ્યું

Business
Business

ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ દેશની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એક પ્રેસ રિલીઝ અને ટ્વીટ દ્વારા માહિતી મળી છે કે, નંદન નિલેકણીએ IIT-Bombay ને 315 કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.

મળતી માહિતી પ્રમાણે નંદન નીલેકણી તરફથી આ નાણાકીય યોગદાન તેમના દ્વારા અગાઉ કરવામાં આવેલા રૂ. 85 કરોડ કરતાં વધુ અનુદાન છે, જે તેમના કુલ યોગદાનને રૂ. 400 કરોડ સુધી લઈ જાય છે. વાસ્તવમાં નંદન નીલેકણીએ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી IIT-Bombayમાંથી જ મેળવી છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હતી.

નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે, “IIT-Bombay એ મારા જીવનનો આધારશિલા રહ્યો છે, જે મારા શરૂઆતના વર્ષોને આકાર આપી રહ્યો છે અને મારી સફરનો પાયો નાખ્યો છે. આ દાન માત્ર એક નાણાકીય યોગદાન કરતાં વધુ છે; આ સ્થળને મારા તરફથી શ્રદ્ધાંજલિ છે. જેણે મને ઘણું બધું આપ્યું છે અને વિદ્યાર્થીઓ માટે પ્રતિબદ્ધતા આપી છે જે આવતીકાલે આપણી દુનિયાને આકાર આપશે.”

આ દાન માટે આજે બેંગ્લોરમાં એક મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે નંદન નિલેકણી અને પ્રોફેસર શુભાશીષ ચૌધરીએ કર્યું હતું. પ્રોફેસર ચૌધરી IIT-Bombay ના ડિરેક્ટર છે.

આ દાન IIT બોમ્બેમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના ઉભરતા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહિત કરવામાં અને સમૃદ્ધ ટેક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વિકસાવવામાં મદદ કરશે.

આઈઆઈટી-બોમ્બેના ડાયરેક્ટર શુભાશીષ ચૌધરીએ જણાવ્યું કે, આ દાન આઈઆઈટી બોમ્બેના વિકાસને મોટા પ્રમાણમાં વેગ આપશે અને તેને વૈશ્વિક નેતૃત્વના માર્ગ પર નિશ્ચિતપણે સ્થાપિત કરશે. નંદનનું યોગદાન ભારતની યુનિવર્સિટીઓમાં સંશોધન અને વિકાસને આગળ વધારવા માટે પરોપકારી યોગદાનને વધુ પ્રોત્સાહિત કરશે.

નંદન નિલેકણી 2009 થી 2014 સુધી કેબિનેટ મંત્રીના રેન્કમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના ફાઉન્ડર પ્રેસિંડેંટ હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.