મોદી આજે 11 વાગ્યે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમાં સંબોધન કરશે, 10 દિવસમાં બીજી વખત ઈન્ડસ્ટ્રીના લોકો સાથે જોડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ(ICC)ના એન્યુઅલ સેશનમાં સંબોધન કરશે. મોદી વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થશે. મોદી 10 દિવસમાં આ બીજી વખત ઈન્ડસ્ટ્રીના લોકો સાથે જોડાશે. અગાઉ 2 જૂને કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના એન્યુઅલ સેશનમાં તેમણે ઈકોનોમિ પર વાત કરી હતી.
ઉદ્યોગ સંગઠનોના કાર્યક્રમોમાં મોદી સામેલ થાય તે એટલા માટે મહત્વનું છે કારણ કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના પગલે દેશની ઈકોનોમિનો ગ્રોથ અટકી ગયો છે. જાન્યુઆરી-માર્ચમાં GDPનો ગ્રોથ ઘટીને 3.1 ટકા થયો હતો. સમગ્ર ફાઈનાન્શિયલ વર્ષ(2019-20)માં ગ્રોથ માત્ર 4.2 ટકા રહ્યો હતો, તે 11 વર્ષમાં સૌથી ઓછો છે.
મોદીએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીના પ્રોગ્રામમાં કહ્યું હતું કે ગ્રોથ ચોક્કસ પરત ફરશે અને અનલોક-1ની સાથે તેની શરૂઆત થઈ ગઈ છે. સરકારને ખેડૂતો, નાના-મધ્યમ ઉદ્યોગો અને ઈન્ડસ્ટ્રીના લીડર પર ભરોસો છે. કોરોનાની વિરુદ્ધ ઈકોનોમિને ફરીથી મજબૂત કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યો છે.
મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના મેન્યુફેકચરિંગ સેકટરમાં હવે ‘મેડ ઈન ઈન્ડિયા, મેડ ફોર વર્લ્ડ’ની જરૂરિયાત છે. લોકલ મેન્યુફેકચરિંગ વધારવું પડશે. વિશ્વ એક ભરોસાપાત્ર પાર્ટનરની શોધમાં છે અને ભારતને લઈને આ વિશ્વાસ વધ્યો છે. ઈન્ડસ્ટ્રીએ તેનો ફાયદો ઉઠાવવો જોઈએ.