દેશના કુલ ઓટો ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો 35% અને ગુજરાતનો 10 ટકા હિસ્સો
લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના બંધ રહ્યા બાદ જૂનના પ્રારંભથી ઓટો ઉદ્યોગમાં મેન્યુફેક્ચરિંગ ધીરે ધીરે વેગવાન બની રહ્યુ છે. દેશના કુલ ઓટો ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 35% છે. ઘણી મોટી ઓટો કંપનીઓ અને તેની સાથે સંકળાયેલી પેટાકંપનીઓ ખાસ કરીને પુણે, ઔરંગાબાદ અને નાસિકમાં પ્લાન્ટ ધરાવે છે. તેમાં ઉત્પાદન લગભગ 35% ક્ષમતાથી શરૂ થયું છે. દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ ઔરંગાબાદ નજીક ચાકનમાં 650 જેટલી નાની અને મોટી ઓટો કંપનીઓ છે. તેમાંથી અડધા ભાગમાં અર્થાત 300માં કામ શરૂ થઈ ચૂક્યું છે.
મહારાષ્ટ્રમાં 15,000 થી વધુ ઓટોમોબાઇલ્સ અને સંબંધિત ઉદ્યોગો છે. તેમાં 10થી 11 લાખ લોકો કામ કરે છે. મહારાષ્ટ્ર સરકારે 20 એપ્રિલથી રેડ ઝોન સિવાય અન્ય ભાગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરવા શરતી મંજૂરી આપી છે. પરંતુ ગામમાં પરત આવેલા પરપ્રાંતિય મજૂરોની અછતના લીધે ઉત્પાદન ક્ષમતા ઘટી છે.
એ જ રીતે, દેશના ઓટો ઉત્પાદનમાં 8-10% હિસ્સો ધરાવતા ગુજરાતને 1 જૂનથી અનલોક -1 સાથે ઓટો ઉદ્યોગમાં ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરની 75-100 નાની-મોટી કંપનીઓ છે. આમાંથી 90% કંપનીઓમાં ઉત્પાદન શરૂ થયું છે. હાલમાં, ઉત્પાદન 30% ક્ષમતા સાથે થઈ રહ્યું છે.
હોન્ડા કાર્સ ઈન્ડિયાએ ટપુકડા અને ગ્રેટર નોઈડા પ્લાન્ટમાં આંશિક રીતે ઉત્પાદન શરૂ કર્યા છે. કંપનીએ આઠ જૂનથી રાજસ્થાનના ટપુકડા મશીનરીમાં પાવરટ્રેનના ઉત્પાદન ધીમે-ધીમે શરૂ કર્યા હતા. બાદમાં ટપુકડાની સાથે સાથે યુપીના ગ્રેટર નોઈડા સ્થિત પ્લાન્ટમાં પણ 15 જૂનથી કારના મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યા છે. કંપનીના માર્કેટિંગ અને સેલ્સ ડિરેક્ટર અને એસવીપી રાજેશ ગોયલે આ અંગે જણાવ્યુ હતું. અગાઉ મારૂતિ સુઝુકી 12મેથી માનેસર પ્લાન્ટમાં અને 18 મેથી ગુરૂગ્રામ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ.
રાજસ્થાનના અલવર જિલ્લામાં ભિવાડી, નીમરાણા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં નાના-મોટા 400૦૦ થી વધુ ઓટો એસિલેરી એકમો છે. મારૂતિ, હોન્ડા અને ટુ-વ્હીલર કંપનીઓ ઓટો પાર્ટ બનાવે છે.
ઓટો ઉદ્યોગના નિષ્ણાતો કહે છે કે હાલમાં ઓટો કંપનીઓના ડીલરશીપ પર સર્વિસ માટે આવતા લોકોની સંખ્યા વધુ છે. તેનાથી નવા ટુ-વ્હીલર વાહનોની માંગ ઓછી થઈ છે.
ટુ-વ્હીલર ડીલર્સ એસોસિએશન ગુજરાતના અધ્યક્ષ પ્રણવ શાહના જણાવ્યા અનુસાર કોરોનાથી લોકો રોકડની કટોકટીનો સામનો કરી રહ્યા છે. બેંકોએ લોન વિતરણની ગતિને વેગ આપવો જોઈએ.