અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી કિમ કાર્દશિયન, દેશી સ્ટાઈલમાં ભવ્ય સ્વાગત

Business
Business

હાલ સમગ્ર દુનિયાની નજર દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના અને રાધિકા મર્ચન્ટના લગ્ન પર ટકેલી છે. આજે એટલે કે 12મી જુલાઈએ અનંત અને રાધિકાના લગ્ન થવાના છે. અનંતના લગ્નમાં દેશ અને દુનિયાની સેલિબ્રિટીઓ હાજરી આપી રહી છે. આ પ્રસંગે વર્લ્ડ ફેમ સેલિબ્રિટી કિમ કાર્દાશિયન અને તેની બહેન ખ્લો કાર્દાશિયન મુંબઈ પહોંચી છે. તમને જણાવી દઈએ કે કિમ અને ખ્લો શુક્રવારે મુંબઈના બાંદ્રામાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા છે અને ગઈ કાલે રાત્રે મુંબઈ પહોંચ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે બંને કાલીના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંનેની તસવીરો પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.

કિમ અને ક્લો કાર્દાશિયન ઉપરાંત માઈક ટાયસન પણ

એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ અને ક્લો કાર્દાશિયન ઉપરાંત બોક્સર માઈક ટાયસન, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન અને વિશ્વભરના મોટા ઉદ્યોગપતિઓ શુક્રવારે મુંબઈમાં અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે. લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા આ લગ્નના પ્રી-વેડિંગમાં અત્યાર સુધી દુનિયાની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.