કલ્યાણ જ્વેલર્સનો જ્વેલરી ક્ષેત્રનો સૌથી મોટો 1750 કરોડનો IPO

Business
Business

જ્વેલરી સેક્ટરની અગ્રણી કંપની કલ્યાણ જ્વેલર્સ જ્વેલરી ક્ષેત્રનો દેશનો સૌથી મોટો આઇપીઓ લાવી રહી છે. કંપનીએ તે સંદર્ભે સેબી સમક્ષ ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા છે. આઇપીઓ દ્વારા 1,750 કરોડ રૂ. એકઠા કરવાનું કંપનીનું આયોજન છે. ફાઇલ કરાયેલા ડોક્યુમેન્ટ્સ મુજબ, આઇપીઓમાં 1 હજાર કરોડ રૂ.નો ફ્રેશ ઇશ્યૂ હશે અને 750 કરોડ રૂ. ઓફર ફોર સેલ હેઠળ રહેશે. આ ઓફર ફોર સેલ પ્રમોટર ટી. એસ. કલ્યાણરમન તથા હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ તરફથી હશે. કલ્યાણરમન તેમાં 250 કરોડ રૂ.ના જ્યારે હાઇડેલ 500 કરોડ રૂ.ના શેર વેચશે. ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્રિત થનારી રકમનો કંપની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો તથા જનરલ કોર્પોરેટના હેતુથી ઉપયોગ કરશે.

ગત નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 4.87 ગણો વધ્યો
હાલ કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 76 ટકા છે જ્યારે 24 ટકા હિસ્સેદારી વારબર્ગ પિનકસ એલએલસી પાસે છે. વારબર્ગએ 2014માં કલ્યાણ જ્વેલર્સમાં 1,200 કરોડ રૂ.નું રોકાણ કર્યું હતું. ત્યાર બાદ 2017માં તેણે વધુ 500 કરોડ રૂ. રોક્યા હતા. માર્ચ, 2020 સુધીના ત્રિમાસિક ગાળામાં કંપનીની રેવન્યૂ 10,101 કરોડ રૂ. હતી, જે એક વર્ષ અગાઉની તુલનાએ 3.3 ટકા વધી હતી જ્યારે કંપનીનો ચોખ્ખો નફો 145 કરોડ રૂ. હતો, જે એક વર્ષ અગાઉની તુલનાએ 4.87 ગણો વધ્યો હતો. જૂન, 2020 સુધીમાં કંપનીના ભારતમાં 107 જ્યારે મધ્ય-પૂર્વના દેશોમાં 30 શોરૂમ હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.