Jio લોન્ચ કરશે સૌથી સસ્તો 5G ફોન, કિંમત અને ડિઝાઇન જોઈ તમારા હોંશ ઉડી જશે
રિલાયન્સ જિયોના 5G સ્માર્ટફોનને લઈને લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. Jio Phone 5G પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે પરંતુ તેના માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરના અહેવાલ મુજબ, Jioના આગામી ફોનની ડિઝાઇન સામે આવી છે. અહીં અમે તમને આ ફોનમાં કઇ ડિઝાઇન અને ફીચર્સ જોવા મળશે તેની સંપૂર્ણ વિગતો જણાવીશું.
ટ્વિટર યુઝરે Jio Phone 5G ના ફોટા શેર કર્યા છે. જેમાં સ્માર્ટફોનના કેટલાક ફીચર્સ સામે આવ્યા છે. જેના કારણે તેની આગળ અને પાછળની ડિઝાઇન સામે આવી છે. અહીં, Jio Phone 5G માં પ્લાસ્ટિક બેક છે અને ટોચ પર મધ્યમાં કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનનો લુક 10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા ફોન જેવો લાગે છે. સેલ્ફી માટે, તમને તેના આગળના ભાગમાં વોટરડ્રોપ-સ્ટાઈલ નોચ જોવા મળશે.
JioPhone 5G તહેવારોની સીઝન અને નવા વર્ષની વચ્ચે લોન્ચ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, ફોન Unisoc 5G પ્રોસેસર અથવા MediaTek Dimensity 700થી સજ્જ થઈ શકે છે. અગાઉ, વિગતો અનુસાર, ફોન સ્નેપડ્રેગન 480+ ચિપસેટથી સજ્જ થઈ શકે છે. એવી શક્યતા છે કે ફોનના Jio Phone 5Gની કિંમત 10,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. જો આવું થાય છે, તો તે ભારતની સૌથી ઓછી કિંમત એટલે કે રૂ. 10,000 5G ફોન બની શકે છે.