ભારતની GDP કરતાં જેક માની કંપનીનો IPO મોટો, બ્રિટેનની GDP જેટલી જંગી બિડ મળી

Business
Business

વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં જેક મા ઝડપી આગળ વધી રહ્યાં છે. જેક માની અલીબાબાની માલિકીની કંપની એન્ટ ગ્રૂપે હોંગકોંગ અને શાંઘાઈમાં તેની બમણી સૂચિમાં વ્યક્તિગત રોકાણકારો પાસેથી 3 ટ્રિલિયન ડોલરની બીડ મળી છે જે ભારતની જીડીપી કરતા ઘણી વધુ છે. તેમજ બ્રિટનના જીડીપી જેટલા અંદાજાઇ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીઓના બે દિવસ પહેલા પછી 5 નવેમ્બર, 2020 ના રોજ જેક માએ એન્ટ ગ્રૂપ લિ.ના શેરો હોંગકોંગ અને શાંઘાઈમાં લિસ્ટ કરે તેવી સંભાવના છે. એન્ટ ગ્રૂપ આઇપીઓ દ્વારા 34.4 અબજ ડોલર એટલે 2.54 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એન્ટના આઇપીઓમાં સંસ્થાકીય રોકાણકારોએ 76 અબજ શેરની બીડ ભરી છે. જે શંઘાઇ ફાઇલિંગ મુજબ પ્રારંભિક ઓફર કરતાં 284 ગણી છે.

એન્ટ ગ્રૂપ ઇજિપ્તના કુલ જીડીપી (303 અબજ ડોલર) સામે 315 અબજ ડોલરનું બજાર મૂલ્ય ધરાવે છે. આ ઉપરાંત ફિનલેન્ડ (269 અબજ ડોલર) કરતા પણ તેનું મૂલ્ય વધુ છે. 2019માં ઓઇલ જાયન્ટ સાઉદી અરામકોના 29.4 અબજ ડોલરનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો આઇપીઓ બન્યો હતો. પરંતુ હવે જેક માની એન્ટ ગ્રૂપ આઈપીઓ ઇતિહાસમાં સૌથી મોટો બની જશે. અગાઉ જેકમાની અલીબાબાએ 2014માં $ 25 અબજ ડોલર આઇપીઓ દ્વારા એકત્ર કર્યા હતા.

Ant ગ્રુપના IPOની માંગ એટલી હતી કે બ્રોકરેજ ફર્મ્સના પ્લેટફોર્મ ક્રેશ થયા
કંપનીના હોંગકોંગ અને શાંઘાઈના શેરબજારો માટે IPO ઈશ્યુ કર્યો હતો. તેને જે રીતે રિસ્પોન્સ મળ્યો હતો તેને લીધે કેટલીક બ્રોકરેજ હાઉસિસના પ્લેટફોર્મ ક્રેશ થઈ ગયા હતા. શાંઘાઈમાં રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ઈસ્યુની તુલનામાં 872 ગણી વધારે બિડ મળી. બીજી બાજુ હોંગકોંગમાં 389 ગણી શેરોની માંગ થઈ હતી.

એન્ટ ગ્રૂપના આઇપીઓ બાદ વિશ્વના સૌથી ધનિકમાં 11મા સ્થાને પહોંચશે
જેક મા જેમણે 60,000 સાથે અલીબાબાની સહ-સ્થાપના કરી છે એન્ટ ફાઇનાન્સિયલના સૌથી મોટા આઇપીઓ બાદ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ જેક મા બનશે. કંપનીમાં જેક માનો 8.8 ટકા હિસ્સો છે જેનાથી તે એન્ટ ગ્રૂપનો સૌથી મોટો વ્યક્તિગત શેરહોલ્ડર છે. હોંગકોંગ અને શાંઘાઈમાં શેરના ભાવોના આધારે તેનો હિસ્સો 27.4 અબજ ડોલર છે, જે બ્લૂમબર્ગ અબજોપતિ સૂચકાંક પર 71.6 અબજ ડોલર લિફ્ટ કરશે.

એન્ટના આઇપીઓમાં 76 અબજના શેરની બીડ ભરાઇ
એન્ટના આઇપીઓમાં સંસ્થાકીય રોકાણકારોએ 76 અબજ શેરની બીડ ભરી છે. જે શંઘાઇ ફાઇલિંગ મુજબ પ્રારંભિક ઓફર કરતાં 284 ગણી છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર બ્રોકર્સ તેમના રોકાણકારોના 20 ગણા મૂલ્યના વ્યક્તિગત રોકાણકારોને ધિરાણ આપવા માટે તૈયાર હતા.

IPO 870 ગણો છલકાઇ જતા હોંગકોંગનું બ્રોકરેજ પ્લેટફોર્મ ક્રેશ થયું
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ હોંગકોંગમાં એન્ટ ગ્રૂપ આઈપીઓ માટેની બોલી એટલી વધુ હતી કે અનેકગણો આઇપીઓ છલકાઈ ગયા પછી એક બ્રોકરેજ પ્લેટફોર્મ ક્રેશ થયું. શાંઘાઈમાં, રિટેલમાં પ્રારંભિક 870 ગણાથી વધુ ભરાઇ ગયો છે. હોંગકોંગ લિસ્ટિંગ માટેનું બુક બિલ્ડિંગ સોમવારથી શુક્રવાર સુધી ચાલ્યું હતું જ્યારે શાંઘાઇના શેર માટે બિડ ગુરુવારે એક દિવસ માટે ખૂલી હતી.

જેક મા આઠમા ક્રમને ભાગ્યશાળી માને છે
ચીનના લોકો છ નંબરને વધુ શુકનવંતો માની રહ્યા છે પરંતુ જેક મા આઠમા નંબરને વધુ પસંદ કરી રહ્યાં છે. શાંઘાઇમાં શેરની કિંમત 68.8 યુઆન અને હોંગકોંગમાં એચકે 80 ડોલરની રહી છે.

એન્ટ ગ્રૂપનું વેલ્યુએશન બેન્ક ઓફ અમેરિકાથી મોટું
ગ્રૂપનું માર્કેટ વેલ્યુએશન જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની અને બેંક ઓફ અમેરિકાથી મોટું છે. પેપલ હોલ્ડિંગ્સ કંપની ($ 238 અબજ) અને વૉલ્ટ ડિઝની કંપની ( $ 232 અબજ) કરતા મોટી છે. જ્યારે IBM કોર્પ કરતા 3 ગણો, ગોલ્ડમેન સાસ ગ્રૂપ કરતા 4 ગણી મોટી છે.
Ant એ વર્ષ 2004માં પેમેન્ટ સેવા શરૂ કરી હતી. ફક્ત 16 વર્ષમાં જ વિશાળ એમ્પાયરનું સર્જન કર્યું હતું. કંપની શોર્ટ ટર્મ લોન આપે છે, સુવિધા એવી છે કે એક મિનિટમાં ગ્રાહકોના ખાતામાં પૈસા પહોંચી જાય છે. કંપની વીમા અને રોકાણ પ્રોડક્ટનું પણ વેચાણ કરે છે. હવે સૌથી મોટો IPO રજૂ કર્યો છે. રોકાણકારોને વિશ્વાસ છે કે કંપની આગામી સમયમાં પણ ચીનમાં ફાયનાન્સિયલ સર્વિસિસના ડિજીટલાઈઝેશનથી લાભ મેળવશે.

શેરનું લિસ્ટીંગ 5 નવેમ્બરના રોજ થશે
Ant ગ્રુપના શેરનું ટ્રેડિંગ શાંઘાઈ અને હોંગકોંગના બજારોમાં 5 નવેમ્બરથી એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીના 2 દિવસ બાદ શરૂ થશે. એટલે કે અમેરિકાની ચૂંટણીઓની વિશ્વના શેરબજારો પર અસર થશે તો Ant ગ્રુપના લિસ્ટીંગ પર અસર થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.