ITR Login: શું 31 જુલાઈ પછી ભરી શકશો ITR? ઇન્કમ ટેક્ષ વિભાગે આપી મહત્વની સૂચના
ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. વ્યક્તિગત રીતે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ તારીખ સુધી, લોકો નાણાકીય વર્ષ 2022-23માં થયેલી કમાણી જાહેર કરી શકે છે. ત્યારે હવે, 31 જુલાઈ આવવામાં માત્ર બે દિવસ બાકી છે. આવી સ્થિતિમાં લોકોએ વહેલી તકે તેમનું ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવું પડશે, નહીં તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જે લોકો 31મી જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરતા તો તે લોકોને દંડ પણ ભરવો પડી શકે છે. જે લોકોની આવક કરપાત્ર છે, તેમણે 31મી જુલાઈ સુધીમાં દંડ વિના આવકવેરા રિટર્ન ફાઈલ કરવાનું રહેશે, નહીં તો લોકોએ લેટ ફી ચૂકવવી પડી શકે છે. કરપાત્ર આવક અનુસાર, દંડ 5 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે.
છેલ્લી તારીખ
જ્યારે, અગાઉ ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી હતી, પરંતુ આ વખતે એવું લાગતું નથી. ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાનો કોઈ સંકેત આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકોએ છેલ્લી તારીખની રાહ જોયા વિના ITR ફાઈલ કરવું જોઈએ. ઘણી વખત છેલ્લી તારીખમાં સર્વરની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
ઇન્કમ ટેક્ષ રિટર્ન
આ સાથે, ઇન્કમ ટેક્ષ વિભાગ તરફથી ટ્વીટ કરીને નવીનતમ અપડેટ પણ આપવામાં આવી છે. ઇન્કમ ટેક્ષ વિભાગ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે 31 જુલાઈ, 2023 ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે, આવી સ્થિતિમાં લોકોએ વિલંબ કર્યા વિના ITR ફાઈલ કરવું જોઈએ.