શેરબજારમા સાર્વત્રિક તેજી સાથે સેન્સેક્સ 340 પોઇન્ટ સુધી ઉંચકાયો
મુંબઈ શેરબજારમાં તેજીનો ધમધમાટ વર્તાયો હતો. શેરબજારમાં આજે શરુઆત ગેપથી થઇ હતી. ઉછાળે નફારુપી વેચવાલીનું દબાણ આવતા મોટાભાગના શેરો પડવા લાગ્યા હતા. જ્યારે હેવીવેઇટ શેરોમાં બપોર સુધીમાં મોટી અફડાતફડી થઇ હતી. પરંતુ રોકડાના શેરો ઉછળતા રહ્યા હતા. જેમાં કેટલાક દિવસોથી રોકડાના શેરોમાં ધોવાણથી ઇન્વેસ્ટરો ફફડવા લાગ્યા હતા. આમ આજે શેરબજારમાં ટાટા મોટર્સ,ટાટા સ્ટીલ,ટેક મહિન્દ્રા,બજાજ ફાઈનાન્સ,બજાજ ફીન સર્વિસ, ભારતી એરટેક,કોટક બેંક,લાર્સન,નેસલે,રીલાયન્સ,સ્ટેટ બેંક,ટાઈટન અલ્ટ્રાટેક સિમેન્ટ વગેરે ઉંચકાયા હતા. આ સિવાય હિન્દ લીવર,આઈસીઆઈસીઆઈ બેંક,ઇન્ફોસીસ,ટીસીએસ,ઇન્ડુસઇન્ડ બેંકના શેર નબળા જોવા મળ્યા હતા.