ભારત આગામી વર્ષેમાં ચીન કરતા વસતીની દ્રષ્ટિએ આગળ હશે

Business
Business

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ડેટાએ વસતી વિષયક માહિતી આપી છે જેથી આ લેખમાં વસતી વધારાના પ્રશ્નો ફરીથી રજૂ કર્યા છે. તેનું એક મહત્ત્વનું તારણ એ છે કે 2023માં ભારતની વસતીચીનની વસતી કરતા વધી જશે પરંતુ જગતમાં કોઈ રાષ્ટ્રની સમૃદ્ધિ માત્ર વસતીને આધારે નહી પરંતુ સરાસરી માથાદીઠ વાસ્તવિક (રીઅલ) આવક અને રાષ્ટ્રીય આવકની વહેંચણી (ડીસ્ટ્રીબ્યુશન ઓફ નેશનલ ઇનકમ)ને આધારે નક્કી થાય છે. આપણા દેશની રાષ્ટ્રીય આવક ઇ.સ. 2021માં પાંચ ટ્રીલીયન ડોલર્સ થઈ જશે તેવું વચન અર્થશાસ્ત્રથી અજાણ તેવા રાજકારણીઓ આપે છે અને તે કદાચ સિદ્ધ થાય તો પણ ભારતની સરાસરી માથાદીઠ વાર્ષિક આવક 3500 ડોલર્સ (અત્યારે તે 2400 ડોલર્સથી નીચે છે) સુધી પહોંચી શકે અને તે પણ ત્યારે કે ઇ.સ. 2025, 2027માં ભારતની વસતી લગભગ સ્થિર થઈ ગઈ હોય. ભારતીય વસતીને સ્થિર થતા હજી વાર લાગશે. યુનાઇટેડ નેશન્સના અંદાજ પ્રમાણે ઇ.સ. 2023માં ચીનની અનુમાનિત વસતી 142.56 કરોડ હશે જ્યારે ઇ.સ. 2023માં ભારતની અનુમાનિત વસતી 142.86 કરોડ પર પહોંચશે. 2023માં જગતમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ ચીન નહી પરંતુ ભારત હશે. આ એક બીનઆવકારદાયક ઘટના હશે.
– ચીન અને ભારત :
ભારત અને ચીનની વસતીમાં પ્રચંડ વધારો સ્ત્રીદીઠ વધારે પડતા જન્મ વધારા (ફર્ટીલીટી રેશિયો)ને કારણે થયો નથી પરંતુ ચીન અને ભારતમાં રહેતા લોકોના મૃત્યુદરનો નાટયાત્મક ઘટાડાને કારણે થયો છે. જો કે સમગ્ર જગતમાં આમ બની રહ્યું છે મૃત્યુદરમાં ઘટાડાને કારણે મુખ્ય કારણોમાં પહેલા કરતા વધુ પૌષ્ટિક ખોરાક, સ્વચ્છ અને સુરક્ષિત (નળ વાટે) પાણી, તબીબી ક્ષેત્રે થયેલી નવી દવાની શોધ (જેમ કે પેનીસીલીન અને અન્ય પ્રકારના એન્ટિબાયોટિક), એનેસ્થેસીયા અને એન્ટી ડીપ્રેશન્સ હોસ્પિટલો અને ડોક્ટરોની સંખ્યામાં વધારો, જાહેર સ્વચ્છતામાં વધારો, તબીબી પરીક્ષણના તદ્દન નવા સાધનોની શોધો જેમ કે, સોનોગ્રાફી, એન્ડોસ્કોપ, કેટ સ્કેન, પેટ સ્કેન, ટુ-ડી એકો વગેરે છે પરંતુ મૃત્યુના દરમાં ઘટાડાનું એક માત્ર કારણ છેક છેવાડાના માણસ માટે શીક્ષણની સુવિધાઓ વધી છે.
– સ્ત્રીઓની આવરદા વધારે :
જગતના મોટા ભાગના દેશોમાં (ભારત સહિત) સ્ત્રીઓનો જીવન આવરદા પુરુષો કરતા વધારે છે. યાદ રાખો કે સંતતિ નિયમનનું શ્રેષ્ઠ સાધન ઉંચુ સ્ત્રી શિક્ષણ છે.સ્ત્રીઓ પુરૂષો કરતા વધુ લાંબુ જીવે છે તેનું એક કારણ સ્ત્રીઓમાં વ્યસનનું પ્રમાણ ઓછું હોય છે.
ભારતની યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા વાળી વાત સાચી જણાય છે. જગતના દેવતાઓ (પુરુષો) જગતની દેવીઓ (સ્ત્રીઓ) પાછળ ‘રમન્તે’ (શ્લોકમાં રમન્તે શબ્દ અગત્યનો છે.) એટલે કે ભમરાની જેમ આગળ પાછળ વધુ પડતું ભ્રમણ કરતા હોવાથી થાકને કારણે સરાસરી આયુષ્ય સ્ત્રીઓના આયુષ્ય કરતા ઓછું હોય તે શક્યતાને નકારી શકાય નહીં. હળવાશને બાજુ પર મુકીએ તો ખરું કારણ એ હોઈ શકે કે સ્ત્રીઓ ઘરકામથી પુષ્કળ શારીરિક શ્રમ (એક્સરસાઇઝ) કરે છે જ્યારે મોટા ભાગના પુરુષો ‘પોટેટોફ્રાઇડ’ બનીને નવરાશની પળોમાં સતત ટી.વી. જોયા કરે છે જેથી હાર્ટ ડીસીઝ કે ડાયાબીટીસનું તથા વ્યસનનું પ્રમાણ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે ભારતમાં પણ આવું બનવા લાગ્યું છે એક સારી વાત એ બની છે કે ભારતમાં સ્ત્રીઓનો ફળદ્રુપતા દર (સ્ત્રી તેના જીવનમાં સરાસરી કેટલા બાળકોને જન્મ આપે છે તે આંકડો) ઘટતો ઘટતો ૨.૧થી પણ વધુ નીચે જતો રહ્યો છે.) વસતિ સ્થિર થઈ જાય તે માટે સ્ત્રીનો ફળદ્રુપતા દર સરાસરી 2.1 બાળકોનો જોઈએ. પતિ અને પત્ની તેના જીવન દરમિયાન જો બે બાળકોને જન્મ આપે એટલે વસતી સ્થિર થઈ જાય અહીં સ્ત્રી 2.1 સરાસરી બાળકો વસતીની સ્થિરતા માટે એટલે જરૂરી છે કે ઘણી સ્ત્રીઓ સંતાનોને જન્મ આપી શકતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.