ફાઈનાન્શિયલ સિસ્ટમમાં પરિવર્તનના ટકોરા, ચીનની કંપની એન્ટનો IPO 2.19 લાખ કરોડ રૂપિયાથી વધુનો ભરાશે

Business
Business

કોરોનાવાઈરસ મહામારીએ માનવ જીવનના અનેક પાસાને પ્રભાવિત કર્યા છે. દુનિયામાં ઈ-કોમર્સ, ઘરેથી કામ કરવની સાથે જ ડિજિટલ પેમેન્ટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ફાઈનાન્શિયલ સિસ્ટમમાં પરિવર્તનની ઝલક દેખાવા લાગી છે. ચીનની સૌથી મોટી ફાઈનાન્સ ટેક કંપની એન્ટ ગ્રૂપનો આઈપીઓ નવા વલણને વધુ સ્પષ્ટ કરશે. આગામી કેટલાક સપ્તાહમાં એન્ટ હોંગકોંગ અને શંઘાઈના શેર બજારમાં ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ રજુ કરી શકે છે. જે ગયા વર્ષે આવેલા સાઉદી તેલ કંપની અરામકોના રૂ. 2.19 લાખ કરોડથી વધુનો હોવાની સંભાવના છે.

લિસ્ટેડ થઈ ગયા પછી 2004માં બનેલી એન્ટનું મૂલ્ય 150 વર્ષ જુના વિશ્વની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગન ચેઝ જેટલું થશે. એન્ટના ઉદયથી અમેરિકાની સરકાર ચિંતિત છે, પરંતુ વૈશ્વિક રોકાણકાર ખુશ છે. જેપી મોર્ગનના પ્રમુખ જેમી ડિમોન અને અન્ય વિશેષજ્ઞ વર્ષોથી એન્ટને પ્રશંસા અને ચિંતાની નજરે જુએ છે. ઈ-કોમર્સ કંપનીની સહાયક એન્ટના એક અબજથી વધુ યુઝર છે. જે મોટાભાગના ચીનમાં છે. ગયા વર્ષે તેના પેમેન્ટ નેટવર્ક પરથી રૂ.11.68 લાખ કરોડનું લેણ-દેણે થયું છે. તેની સાથે 80 કરોડ વેપારી જોડાયેલા છે. યુઝરો લોનની સાથે જ 6 હજાર રોકાણ પ્રોડક્ટ અને આરોગ્ય વીમો લઈ શકે છે. અન્ય ચીની કંપનીઓ ખાસ કરીને વીચેટની માલિક ટેન્સેટ પણ આવી ઉચ્ચ સ્તરની સુવિધાઓ આપી રહી છે.

ડિજિટલ પૈસાનું ચલણ એકલા ચીનમાં જ નથી વધી રહ્યું. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અમેરિકન નેટવર્ક વેનમોએ 52%, લેટિન અમેરિકન કંપની મરકેડો પેગોએ 142% જેટલો સુધારો કર્યો છે. કૃષિ પેદાવાર ખરીદનારા, પિત્ઝા કંપનીઓ અને સિંગાપોર સહિત અનેક દેશોમાં હોકરોએ પોતાના રોકડ લેણ-દેણ બંધ કરી દીધા છે. રોકાણકારોને આ ક્ષેત્રમાં મોટા પરિવર્તનની અપેક્ષા છે. શેર બજારમાં વૈશ્વિક બેન્કિંગ અને પેમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પરંપરાગત બેન્કોનું મૂલ્ય માત્ર 72% રહી ગયું છે, જે 2010માં 96% હતું.

સ્વીડનમાં ફાઈનાન્સ ટેક ફર્મ સૌથી વધુ કન્ઝ્યુમર લોન આપે છે. અમેરિકામાં દુનિયાની સૌથી કિંમતી ફાઈનાન્શિયલ કંપની વીઝા અને પેપાલ જેવી ક્રેડિટ કાર્ડ કંપનીઓ અને મોટી બેન્કના સહયોગની સાથે જ હરિફાઈ પણ કરે છે. ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં લગભગ રૂ.2 લાખ કરોડના નફાને જોતાં એપલ અને ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટ પણ પ્રવેશી રહ્યા છે. ફિનટેકથી ઘણા ફાયદા છે. જો દુનિયાની લિસ્ટેડ બેન્ક પોતાનો ખર્ચ એક તૃતિયાંશ ઘટાડે તો ધરતી પર દરેક વ્યક્તિ માટે દર વર્ષે રૂ.5800ની બચત થશે.

જોકે, ફાઈનાન્સ ટેક્નોલોજીના બે મોટા જોખમ છે. પ્રથમ – તે ફાઈનાન્શિયલ સિસ્ટમને અસ્થિર કરી શકે છે. બેન્કો અને અન્ય પરંપરાગત સંસ્થાઓ સામે ઓછા નફા અને વધુ જોખમની સ્થિતિ બનશે. ચીનમાં એન્ટના માધ્યમથી 98% લોન બેન્કોના ખાતામાં છે. આથી એન્ટ પાસે ચીની બેન્કોના નફાનો દસમો અને તેનાથી વધુ ભાગ જતો રહેશે. બીજું જોખમ, સરકારો અને ફાઈનાન્સ ટેક કંપનીઓ લોકોના અધિકાર છીનવી શકે છે. ઈન્ડસ્ટ્રીમાં એકાધિકારની સ્થિતિ બનશે. આ કંપનીઓ સરકારોને વધુ ડેટા આપી શકે છે. દેખરેખ અને હેકિંગ વધશે.

21 લાખ કરોડ રૂપિયા સુધીનું થઈ શકે છે બજાર મૂલ્ય

  • એન્ટની શરૂઆત ઈ-કોમર્સ કંપની અલીબાબા પર પેમેન્ટ સેવા તરીકે થઈ હતી.
  • એન્ટનું બજાર મૂલ્ય રૂ.21 લાખ કરોડથી વધુનું થઈ શકે છે.
  • ચીનમાં ડિજિટલ લેણદેણ છેલ્લા 10 વર્ષમાં 200% વધ્યું છે.
  • ચીનમાં કન્ઝ્યુમર લોનના બજારમાં એન્ટની ભાગીદારી 15% છે.
  • ટેન્સેન્ટની વીચેટ એપે મોબાઈલ પે બજારમાં એન્ટનું વર્ચસ્વ તોડ્યું છે.
  • એન્ટે ભારતની પેટીએમ સહિત એશિયામાં દસ ફિનટેક કંપનીમાં રોકાણ કરેલું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.