ડૉલરની દ્રષ્ટિએ 2 અબજોપતિ વધ્યા, હવે 102 થયા
શ્રીરામ ગ્રૂપ ઓફ કંપનીઝના માલિક અરુણ ભરત રામ અને ડૉ. લાલ પૈથ લેબ્સના પ્રમુખ અરવિંદ લાલ લૉકડાઉન દરમિયાન અબજોપતિ થઈ ગયા છે. તેમની નેટવર્થ 100 કરોડ ડૉલર (અંદાજે 7.5 હજાર કરોડ)થી વધી ગઈ છે. ભારતમાં હવે ડૉલરની દ્રષ્ટિએ અબજોપતિની સંખ્યા 102એ પહોંચી.