જિયો પ્લેટફોર્મ્સમાં 1.85% હિસ્સા માટે 9094 કરોડનું રોકાણ કરશે અબુધાબીની મુબાદલા ઈન્વેસ્ટમેન્ટ કંપની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ(RIL)એ શુક્રવારે કહ્યું કે અબુધાબીની ઈન્વેસ્ટમેન્ટ કંપની મુબાદલા તેમના ડિજિટલ આર્મ જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 ટકા હિસ્સા માટે 9093.6 કરોડ રૂપિયાનું રોકણ કરશે. જિયો પ્લેટફોર્મ્સને 6 સપ્તાહથી પણ ઓછા સમયમાં આ છઠ્ઠો રોકાણકાર મળ્યો છે. અત્યાર સુધીમાં તેને 18.97 ટકાના હિસ્સા માટે 87655.35 કરોડ રૂપિયાનું રોકાણ મળી ચૂક્યું છે.
આરઆઈએલ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુબાદલાએ આ રોકાણ જિયો પ્લેટફોર્મ્સની ઈક્વિટી વેલ્યુ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝીઝની વેલ્યુ 5.16 લાખ કરોડ રૂપિયા પર કર્યું છે. આરઆઈએલએ કહ્યું છે કે આ રોકાણ દ્વારા મુબાદલાને જિયો પ્લેટફોર્મ્સમાં 1.85 ટકા હિસ્સો મળી જશે.