ફ્લાઈટ અને ટ્રેન ઉપરાંત ટેક્સી બુકિંગ ત્રણ ગણું વધ્યું, લોકો ત્રણથી ચાર દિવસના વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યા છે

Business
Business

કોરોનાને કારણે લોકો ફ્લાઇટ્સ અને ટ્રેનોને બદલે ખાનગી ટેક્સીઓ બુક કરીને મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. લોકો ટેક્સીને વધુ સુરક્ષિત માની રહ્યા છે. એટલું જ નહીં, હવે લોકો લાંબુ વેકેશન પ્લાનિંગ કરવાને બદલે ત્રણથી ચાર દિવસનું પ્લાનિંગ કરી રહ્યા છે.

ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ મેકમાયટ્રિપ, ગોઈબીબોના આંકડા અનુસાર, સામાન્ય દિવસોની તુલનામાં હાલના સમયમાં ટેક્સીના બુકિંગ લગભગ ત્રણ ગણા વધ્યા છે. દેશમાં લગભગ 40 લાખ ટેક્સીઓ છે. તેમાંથી લગભગ 11 લાખ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી સાથે સીધી રીતે જોડાયેલી છે. અર્થાત હોટલ્સથી અને ઓનલાઈન બુકિંગ કરતી ટુર એજન્સીઓ સાથે જોડાયેલી છે. જ્યારે લગભગ 29 લાખ પર્સનલ ટેક્સીઓ છે. જે એપ્લિકેશન દ્વારા બુકિંગ કરી રહ્યા છે.

બસ ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન પ્રસન્ના પટવર્ધને જણાવ્યુ હતુ કે, લોકો ફરવા માટે સામાન્ય દિવસની તુલનાએ હાલ પ્રાઈવેટ ટેક્સીનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. આનાથી ટેક્સી સંચાલકોને થોડી રાહત પણ મળી છે.

ટુર એન્ડ ટ્રાવેલ એજન્સીઓ અનુસાર, જૂન અને જુલાઈમાં, લોકો ફક્ત જરૂરી હેતુ માટે મુસાફરી કરતા હતા. કારણ કે, શાળાઓ શરૂ થતાં ખૂબ ઓછા લોકો પરિવાર સાથે પ્રવાસ કરવાનુ પસંદ કરતા હતા. કોરોનાને લીધે લાગૂ લોકડાઉન હળવા થયા બાદ હાલ લોકો વેકેશન કરવા પ્લાનિંગ કરી રહ્યા છે. અગાઉ મોટાભાગનું બુકિંગ ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ આ વલણ ઓગસ્ટમાં બદલાઈ ગયું છે. લોકો પરિવાર સાથે ફરવા નીકળી રહ્યા છે. આ માટે લોકો ટ્રેનો અથવા ફ્લાઇટને બદલે અવરજવર માટે ટેક્સી બુક કરાવી રહ્યા છે.

બુકિંગ પહેલાં સ્વચ્છતા સંબંધિત પૂછપરછ વધા: મેકમાયટ્રિપના ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટના સીઇઓ પરીક્ષિત ચૌધરી અનુસાર, તેમના પોર્ટલ પર ટેક્સીઓની માંગ બુકિંગના સામાન્ય દિવસોની તુલનાએ ત્રણ ગણી વધી ગઈ છે. પરંતુ લોકો બુકિંગ કરતી વખતે સ્વચ્છતા પર વધુ ધ્યાન આપી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.