ઉતાવળ કરીને આજે જ કરાવી દેજો PAN ને આધાર સાથે લિંક, નહીંતર ભરવો પડશે 10,000 રૂપિયાનો દંડ  

Business
Business

PAN ને આધાર સાથે લિંક કરવાનો આજે છેલ્લો દિવસ છે. જો તમે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં PAN ને આધાર સાથે લિંક નહીં કરો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જાણકારી અનુસાર, આજ પછી જો તમે PAN ને આધાર સાથે લિંક કરશો તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.  ખરેખર, income વિભાગે PAN સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 મે 2024 રાખી હતી. પરંતુ માહિતી મળી રહી છે કે આવા કરોડો કાર્ડ છે જે લિંક થયા નથી.

અગાઉ આધારને PAN સાથે લિંક કરવાનું કામ મફતમાં કરવામાં આવતું હતું, પરંતુ હવે તેના માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો આજે મધરાત 12 સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો TDS ચોક્કસપણે કપાશે.

જો PAN ને આધાર સાથે લિંક ન કરવામાં આવે તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે. આ પછી, મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી બાબતોને મંજૂરી આપવામાં આવશે નહીં. જો તમે જાણવા માગો છો કે તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહીં, તો આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મેસેજ મોકલવો પડશે. જે પછી તમને જવાબમાં PAN-Aadhaar લિંક કન્ફર્મેશનનો મેસેજ મળશે. આ માટે તમારે મેસેજ બોક્સમાં UIDPAN પછી સ્પેસ આપીને 12 અંકનો આધાર નંબર અને 10 અંકનો PAN નંબર લખવો પડશે. આ પછી તેને 567678 અથવા 56161 પર મોકલવાનો રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.